ગુજરાતમાં જંત્રીનું જંતરમંતર મોકૂફ રહે તેવી શક્યતા!


ગાંધીનગર, 27 માર્ચ, 2025: increase in Jantri likely to be postponed in Gujarat ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જંત્રીનું જંતરમંતર સૌને ડરાવી રહ્યું છે. ટૂંક સમયમાં જંત્રીના દરો વધવાના છે એવો ડર સૌને સતાવી રહ્યો છે, પરંતુ ગુરુવારે મોડી સાંજે એવા અહેવાલ મળી રહ્યા છે કે, ભૂપેન્દ્રભાઈની સરકાર જંત્રીના નવા દરોનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખશે.
જંત્રીના નવા દર બાબતે એકાદ મહિનાથી તૈયારી ચાલી રહી છે. તેમાં સરકાર દ્વારા નાગરિકો અને બિલ્ડરો પાસેથી સૂચનો અને વાંધા મગાવવામાં આવ્યા હતા. પરંતુ દરેક વખતની જેમ મોટાભાગના લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે અને તેથી રાજ્ય સરકાર હાલ પૂરતો જંત્રીના દરોનો વધારો મોકૂફ રાખે તેવી શક્યતા છે.
જાણકાર સૂત્રોનું તો કહેવું છે કે સીએમ ભૂપેન્દ્રભાઈએ આ મોકૂફીનો નિર્ણય લઈ લીધો છે. જોકે એ વાત અલગ છે કે સરકાર તરફથી આજે ગુરુવાર સાંજ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કહેવાય છે કે, લોકોના ભારે વિરોધને ધ્યાનમાં લઈને મક્કમ ગણાતા ભૂપેન્દ્રભાઈએ હાલ ઢીલ મૂકી દીધી છે.
આ પણ વાંચોઃ નકલી ISI માર્કા બદલ એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત ઈ-કોમર્સ કંપનીઓ પર BISના દરોડા
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD