ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

ખાદ્ય તેલના કૃત્રિમ ભાવ વધારા સામે આંશિક રાહત

Text To Speech

રાજ્યમાં થોડાં દિવસો પહેલાં કુત્રિમ રીતે ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે લોકોને મોંઘવારી પર વધુ મારનો સામનો કરવો પડ્યો. જેના સામે હવે સિંગલેતના ભાવમાં રૂ. 40 અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 15નો ઘટાડો થયો છે. સિંગતેલનો નવો ડબ્બો રૂપિયા 2,855થી 2,905માં વેચાયો છે. જયારે કપાસિયા તેલનો નવો ડબ્બો રૂપિયા 2,450થી 2,500માં વેચાયો છે.

જે રીતે આજના સમયમાં મધ્યમ વર્ગની મોંઘવારીના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે ઘરનું બજેટ સેટ કરવામાં પણ મુશ્કેલી આવી હતી. ખાસ વાત નોંધનીય છે કે સાતમ આઠમ પછી સિંગતેલમાં તોતિંગ વધારો થયો હતો. જેમાં બે દિવસમાં 40 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે.

ખાદ્ય તેલના ભાવમાં 26 ઓગસ્ટના રોજ સિંગ તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો હતો. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રુપિયા પહોંચ્યો હતો. અને બે દિવસ અગાઉ રાજકોટમાં સિંગતેલના ભાવ તેની ઉચ્ચ સપાટીએ બોલાયા હતા. આ ભાવ વધારાની સાથે જ સિંગતેલ ડબ્બાનો ભાવ 3 હજાર રૂપિયાની રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યો હતો છેલ્લા 15 દિવસમાં સિંગતેલના ભાવમાં 180 રૂપિયાનો વધારો થયો હતો. જેમાં હવે 40 રૂપિયાની રાહત થઈ છે.

આ પણ વાંચો : તહેવારો પહેલાં મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલના ભાવમાં ડબ્બે 10 રૂપિયાનો ભાવ વધારો

શું છે વેપારીઓનો મત ?

વેપારીઓનું કહેવું છે કે, પાંચ વર્ષમાં આટલા ઉંચા ભાવ જોવા મળ્યા નથી. વેપારીઓનું કહેવુ છે કે, પુરવઠા વિભાગ દ્વારા તહેવારોના સમયમાં જો ખાદ્યતેલના ભાવમાં અંકુશ રાખવાની કામગીરી કરવામાં આવી હોત તો આ જે પ્રકારના ભાવની અસ્થિરતા છે તે ન જોવા મળત. ફરી એકવાર સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થતા સામાન્ય માણસ પર તેની અસર થઇ રહી છે.

Back to top button