- 25 મેએ એક જ દિવસમાં 27 ચાર્ટર એરક્રાફ્ટ એરપોર્ટ પર આવ્યા
- એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઈટ્સના ટેકઓફ-લેન્ડિંગમાં 20 ટકાનો વધારો
- એપ્રિલ અને મે મહિનામાં 1,000થી વધુ ખાનગી વિમાનોએ ઉડાન ભરી
અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઈટ્સના ટેકઓફ-લેન્ડિંગમાં 20 ટકાનો વધારો થયો છે. જેમાં IPL મેચો સહિત VIP અને કોર્પોરેટ વિઝિટના લીધે ચાર્ટરની મુવમેન્ટ વધી છે. તેમાં એપ્રિલ અને મે મહિનામાં 1,000થી વધુ ખાનગી વિમાનોએ ઉડાન ભરી છે. તથા ચાર્ટર ફ્લાઈટ્સની મુમેન્ટમાં વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: નીતિ આયોગની બેઠકમાં ગુજરાતે વિકાસનો રોડમેપ રજૂ કર્યો
અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઈટ્સની મુમેન્ટમાં વધારો નોંધાયો
ભર ઉનાળામાં પણ અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઈટ્સની મુમેન્ટમાં વધારો નોંધાયો છે. એપ્રિલથી 25મી મે સુધી એરપોર્ટ પરથી એક હજારથી પણ વધુ ચાર્ટડ ફ્લાઈટો ઉપડી હતી. જેથી કહી શકાય છેકે દર મહિને 500થી વધુ ચાર્ટડ ફ્લાઈટોએ ઉડાન ભરી હતી. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, IPL મેચો સહિત VIP અને કોર્પોરેટ વિઝિટના લીધે ચાર્ટર ફ્લાઈટોની અવરજવરમાં 20 ટકાનો વધારો થયો છે. 25 મેએ એક જ દિવસમાં 27 ચાર્ટર એરક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢમાં ડિમોલિશન ચાલુ, લોકોએ સડકથી સંસદ સુધી જવાની તૈયારી કરી
ડિસેમ્બર અને જાન્યુઆરીમાં 750 ચાર્ટર ફ્લાઈટો અમદાવાદ એરપોર્ટ પર ઉતરી
ચાર્ટડ પ્લેનોની મુવમેન્ટ ગત ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વધુ જોવા મળી હતી. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં 750 ચાર્ટર ફ્લાઈટો અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. જેની સંખ્યા વધીને એપ્રિલ અને મેમાં વધીને એક હજારને પાર થઈ છે. તેવુ એરપોર્ટ સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. ચાર્ટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની અવરજવરમાં થયેલો વધારો વિવિધ પરિબળોને આધારિત છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ ટ્રાવેલ, વિદેશી નાગરિકોની મુલાકાતો અને લક્ઝરી ટ્રાવેલની વધતી માગ જેવા પરિબળો જવાબદાર છે. મુંબઈ સહિતના નજીકના મોટા એરપોર્ટ પર પાર્કિંગની મર્યાદિત સુવિધા અને ઊંચા ચાર્જિસને લીધે અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નોંધપાત્ર એર ટ્રાફ્કિ ડાયવર્ટ કરાયો છે. એરપોર્ટ પર કુલ ટ્રાફિકના 8થી10 ટકા ટ્રાફિક ઈન્ટરનેશનલ ચાર્ટર એરક્રાફ્ટની અવરજવરથી આવે છે.