ડાયમંડ સિટીમાં સાયબર ક્રાઇમમાં થયો વધારો, જાણો શું છે આંકડો ?


ભારત સહિત સમગ્ર ગુજરાતમાં હાલ ઈન્ટરનેટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને ડિજિટલ ભારતની સાથે ભારતના લોકો પણ ડિજિટલ વપરાશ તરફ વળી ગયા છે અને આજે નાના ગલ્લાથી માંડીને મોટી દુકાનો સુધી દરેક જગ્યાએ પેમેન્ટ પણ ઓનલાઈન સ્વીકારવામાં આવે છે ત્યારે હવે ચોરો પણ ડિજિટલ થઈ ગયા છે જેના લીધે સાયબર ક્રાઇમના કેસ પણ વધી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ: તંત્રના પાપે ગરીબોની હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બાંધવાની યોજના પર પૂર્ણવિરામ
વાત કરીએ ડાયમંડ સિટી સુરતની તો સુરતમાં સાયબર ક્રાઇમનો આંકડો સતત વધી રહ્યો છે. સાથે સાથે પોલીસ પણ આવા ગુન્હા થતાં રોકવામાં સક્ષમ બની છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2022 ની વાત કરીએ તો આંકડો આ વર્ષમાં વધુ રહ્યો હતો. સુરત શહેર પોલીસ મથકમાં સાયબર ક્રાઇમના 2020 માં 192 ગુન્હા નોંધાયા હતા જેમાંથી 71 જેટલા કેસમાં પોલીસ ને સફળતા મળી હતી. વર્ષ 2021ની વાત કરવામાં આવે તો 272 જેટલા ગુન્હા નોંધાયા હતા જેમાંથી પોલીસને 126 જેટલા કેસમાં સફળતા મળી હતી.
આ પણ વાંચો : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધોરાજી ખાતે ધ્વજવંદન કર્યું
વર્ષ 2022 ની વાત કરી તો સાયબર પોલીસ મથકમાં 376 જેટલા ગુન્હા નોંધાયા હતા જેમાંથી પોલીસને 218 જેટલા કેસમાં સફળતા મળી હતી. એટલે 2020 થી 2022 સુધીની વાત કરવામાં આવે તો 2022માં સાયબર ક્રાઇમ રેટ વધુ રહ્યો હતો સામે પોલીસને પણ આંશિક સફળતા મળી હતી.