ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે ઠંડીમાં વધારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર

Text To Speech
  • ડીસામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17.6 ડિગ્રી તાપમાન
  • આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે
  • આવતી કાલથી કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી

ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે ઠંડીમાં વધારો થયો છે. જેમાં હવે હાડ થીજવતી ઠંડી શરૂ થશે. તથા ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ત્યારે 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રી કરતા નીચું નોંધાયું છે. જેમાં ગઈકાલે નલિયા 15.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, જાણો આજે કયા પડશે માવઠુ

ડીસામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17.6 ડિગ્રી તાપમાન

ડીસામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં હવે માવઠાનું સંકટ ટળી ગયું છે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હવે આગામી દિવસોમાં માવઠાની શક્યતા નથી. જોકે ઠંડીમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે. હવામાન વિભાગના મતે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી.

આજથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની શક્યતા

આજથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના લોકો હવે ઠંડીના ચમકારોનો અનુભવ કરશે. તો ડિસેમ્બરના પ્રારંભથી તો હાડ થિજાવતી ઠંડી પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે. ગઇકાલે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હતું. નલિયામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ભુજ અને ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જાણો કયા શહેરમાં કેટલુ તાપમાન:

અમદાવાદ – 17.5 તાપમાન
ભુજ – 17.2
રાજકોટ – 19.6
નલિયા – 15
ડીસા – 16.9
વેરાવલ – 19.6
ગાંધીનગર – 17.6
વડોદરા – 18
સુરત – 19.8

Back to top button