

- નલિયામાં 14.6 અને ગાંધીનગર 14.8 ડીગ્રી તાપમાન
- દિવસ દરમિયાન બે સિઝનના થઈ રહ્યા છે અનુભવ
- દિવસ દરમિયાન ગરમી અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો
ગુજરાતમાં ઠંડીની અસર ધીમે ધીમે વરતાઈ રહી છે. 11 જેટલા શહેરોમાં લધુતમ તાપમાનનો પારો 20 ડીગ્રીથી નીચે નોધાયો છે.
ગુજરાતમાં ચૂંટણીની સાથે સાથે હવે ઠંડીની અસર પણ જોવા મળી રહી છે. ત્યારે નલિયામાં સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડીગ્રીનો ધટાડો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવેમ્બરના ચોથા સપ્તાહમાં નલિયામાં સરેરાશ લધુતમ તાપમાનનો પારો 12 ડીગ્રીથી નીચે જતો જ રહેતો હોય છે. બીજી તરફ ગાંધીનગરમાં 14.8 ડીગ્રીએ સરેરાશ લધુતમ તાપમાનનો પારો રહ્યું છે. આગામી ત્રણ દિવસ ગાંધીનગરમાં 15 થી 17 ડીગ્રી વચ્ચે લધુતમ તાપમાન નોધાઈ શકે છે.
આ પણ વાંચો : જાણો કેવા પ્રકારનું તિલક તમારા માટે શુભ છે કે અશુભ?
વાત કરીએ અમદાવાદની તો છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની અસર જોવા મળી રહી છે. ત્યારે ગત રાત્રીએ અમદાવાદમાં 17.6 ડીગ્રી લઘુતમ જયારે આજે દીવસ દરમિયાન 33 ડીગ્રી સરેરાશ મહતમ તાપમાન નોધાયું છે. આગામી દિવસોમાં અમદાવાદમાં 17 થી 19 ડીગ્રી જેટલું સરેરાશ લધુતમ તાપમાન રહેશે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતાનુસાર અમદાવાદમાં અઆગામી શનિવારથી ઠંડીનું જોર વધશે અને તાપમાન 16 ડીગ્રીથી નીચે જઈ શકે છે.