અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

કોરોના બાદ નાની વયના યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં 57% વધારો, જાણો કારણ

  • નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું
  • વર્ષ 2020 પછી 40 વર્ષ કરતા નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકેના કેસો વધ્યા

ગુજરાતમાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં 20 વર્ષ કરતા નાની ઉમરના પાંચ ટીન એજર્સના હાર્ટ એટેકના કારણે આકસ્મિક મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. કોરોના બાદ નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. નાની ઉંમરમાં વધી રહેલા હાર્ટ એેટેકના કેસમાં નોંધપાત્ર વધારો થો હોવાનું નિષ્ણાંત જાવે છે. ડોક્ટરો કહે છે કે, ખાસ કરીને હૃદયની મહાધમની સાથે જોડાયેલી નાની ધમનીઓ અને સ્નાયુઓમાં રક્તપ્રવાહના અવરોધના કારણે હાર્ટ એટેકના કેસ વધ્યા ચે. જાણીને આશ્ચર્ય થશે કે, વર્ષ 2020 પછી 40 વર્ષ કરતા નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકેના કેસમાં 57 ટકા સુધીનો વધારો થયો છે. આ એવા દર્દીઓ હતા જે પોતાનું રોજિંદુ કામ કરતા હતા. ત્યારે તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો અને તેમને હોસ્પિટલ ખસેડના પડ્યા હતા. ડોક્ટરોએ એન્જિઓગ્રાફ કરતા બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. તેમની એન્જિઓગ્રાફી કરી જીવ બચાવાયો હતો.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં જાણો ક્યારે યોજાશે તરણેતરનો મેળો, પ્રશાસને લીલીઝંડી આપી

આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, રાજ્યની એક માત્ર અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં 40 વર્ષ કરતા ઓછી ઉંમર હોય તેવા ઈમરજન્સી હાર્ટ એટેક સાથે વર્ષ 2020માં 578 દર્દી દાખલ થયા હતા. જ્યારે વર્ષ 2022માં તેની સંખ્યા વધીને 908 થઈ હતી. એટલે કે બંને વર્ષની સરખામણી કરતા 57 ટકા કેસમાં વધારો નોંઘાયો હતો. રાજ્યની અન્ય સરકારી, અર્ઘ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ સરેરાશ એટલો જ વધારો જોવા મળ્યો હતો.

હૃદયરોગના હુમલાનું કારણ
કોરોનરી ધમનીઓ તરીકે ઓળખાતી ઘણી નાની નાની ધમનીઓનું કામ હૃદયના સ્નાયુઓમાં આવશ્યક ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવાનું છે. એથરોસ્કેલેરોટિક પ્લાક, કોરોનરી આર્ટરી સ્પાઝમ અથવા કોરોનરી ધમની ફાટવાના કારણે હાર્ટ એટેક આવે છે. ફેટી પ્લેક્સના સતત સંચયના કારણે ધમનીની અંદરના માર્ગો સાંકડા બને છે. જે એથરોસ્કેલરોટિક તરફ દોરી જાય છે. પ્લાક ફાટી જવાના કારણે કોરેનરી ધમનીની અંદરની દીવાલ અલગ થવા લાગે છે. કોરોનરી ધમનીઓમાં આ પ્રકારનો અવરોધ ઓક્સિજન અને પોષણને હૃદય સુધી પહોંચતા અટકાવે છે. જેના કારણે હૃદયના સ્નાયુઓ મૃત્યુ પામે છે. આ સ્થિતિ માયોકાર્ડિયલ ઈન્ફાક્શન એટલે કે હાર્ટ એટેક કહેવામાં આવે છે.

વર્ષ 2018થી મે 2023 સુધીના હાર્ટ એટેકનો આંકડો
વર્ષ                                                    સંખ્યા
14-18                                                   9
18-20                                                  27
20-25                                                  176
25-30                                                  534
30-40                                                 3864

આ પણ વાંચો : MORNING NEWS CAPSULEમાં વાંચો અમદાવાદમાં વધુ એક લવજેહાદ ,સીમા હૈદર ભારત આવતા બે જવાનો સસ્પેન્ડ ,જાણો કેદારનાથ યાત્રાના ગૌરીકુંડની સ્થિતિ

Back to top button