ગુજરાતટ્રેન્ડિંગ

ભારતમાં બેન્કિંગ સાઇબર ફ્રોડ કેસમાં વધારો, ગુજરાતમાં થયેલ કેસનો આંકડો જાણી રહેશો દંગ

  • મિઝોરમ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં બેંક ફ્રોડને લગતા કોઈ ફ્રોડ થયા જ નથી
  • દેશમાં પાંચ વર્ષમાં બેન્કિંગ સાઈબર ફ્રોડના કેસમાં 986%નો વધારો થયો
  • પાંચ વર્ષમાં ગુજરાતમાં બેંક ફ્રોડના 1,941 કેસ નોંધાયા છે

ભારતમાં બેન્કિંગ સાઇબર ફ્રોડ કેસમાં વધારો થયો છે. જેમાં ગુજરાતમાં થયેલ કેસનો આંકડો જાણી દંગ રહેશો. તેમાં 5 વર્ષમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગ ફ્રોડના કેસમાં 2545% નો ઉછાળો આવ્યો છે. 2023-24માં રૂ.1 લાખથી વધારેનું ફ્રોડ થયું હોય તેવા 1,349 કેસ નોંધાયા છે. દેશમાં પાંચ વર્ષમાં બેન્કિંગ સાઈબર ફ્રોડના કેસમાં 986%નો વધારો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત: સાઇબર ગુનાઓમાં ખોટી રીતે ફ્રીઝ કરેલા હજારો બેંક એકાઉન્ટ રાજ્ય પોલીસ વડાની સૂચનાથી અનફ્રીઝ થતા લોકોને રાહત 

દેશમાં પાંચ વર્ષમાં બેન્કિંગ સાઈબર ફ્રોડના કેસમાં 986%નો વધારો થયો

ભારતમાં ડીજીટલ બેન્કિંગ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધતું જાય છે તેની સાથે સાથે દેશમાં બેન્કિંગને લગતા સાઈબર ફ્રોડના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં પાંચ વર્ષમાં બેન્કિંગ સાઈબર ફ્રોડના કેસમાં 986%નો વધારો થયો છે. જયારે ગુજરાતમાં કેસની સંખ્યામાં 2545%નો ધરખમ વધારો થયો છે. આ મામલે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત સંસદમાં કેન્દ્રિય રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ ડેબીટ-ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન ફ્રોડ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં માહિતી આપી હતી. સંસદમાં રજુ થયેલા ડેટા મુજબ નાણાકીય વર્ષ 2019-20માં ડેબીટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈનમાં રૂ.1 લાખથી વધારેનું ફ્રોડ થયું હોય તેવા ફ્ક્ત 51 કેસ નોંધાયા હતા. વર્ષ 2023-24માં આ પ્રકારના કેસની સંખ્યા વધીને 1,349 પર પહોચી ગઈ છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં બેંક ફ્રોડના 1,941 કેસ નોંધાયા છે. ફ્રોડની રકમ જોઈએ તો પાંચ વર્ષ પહેલા રૂ.2.87 કરોડના ફ્રોડ થયા હતા તે 2023-24માં આ રકમ વધીને 49.92 કરોડ થઇ હતી.

મિઝોરમ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં બેંક ફ્રોડને લગતા કોઈ ફ્રોડ થયા જ નથી

ગુજરાતમાં વધી રહેલા સાઈબર ફ્રોડ અંગે બેન્કિંગ નિષ્ણાતે જણાવ્યું હતું કે, સાઈબર ફ્રોડનો ભોગ મોટાભાગે સિનિયર વ્યક્તિઓ વધારે થાય છે. રીઝર્વ બેંક તેમજ બેન્ક્સ SMS, ઈ-મેલ, અને જાહેરખબરો દ્વારા લોકોમાં જાગરૂકતા લાવવા પ્રયત્નો કરતી હોય છે. આ ઉપરાંત યુવાનોમાં ક્રેડિટ કાર્ડ વાપરવાનું વધ્યું છે અને તેના કારણે તેમાં ઓનલાઈન ફ્રોડ વધ્યા છે. જોકે લોકો પણ હવે બેંક અને સાઈબર ક્રાઈમમાં કેસ કરે છે એટલે તેમને પૈસા પણ પાછા મળી જતા હોય છે. સંસદમાં અપાયેલા આંકડા મુજબ 18 રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં પાંચ વર્ષમાં બેન્કને લગતા સાઈબર ફ્રોડમાં 1,000%થી વધારેનો વધારો થયો છે. જયારે 15 રાજ્યોમાં આ પ્રકારના કેસની સંખ્યામાં 100-1000% સુધીનો વધારો થયો છે. સૌથી ઓછો નાગાલેંડમાં 75% વધારો થયો છે. આ યાદી પ્રમાણે મિઝોરમ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં બેંક ફ્રોડને લગતા કોઈ ફ્રોડ થયા જ નથી.

Back to top button