બાળકોનો સેલ્ફ કોન્ફિડન્સ વધારો કંઈક આ રીતે, જીવનભર કરશે યાદ
- જો તમારું બાળક ડરતું હોય અથવા તો ડિપેન્ડેન્ટ સ્વભાવ ધરાવતું હોય તો બાળકોનો આત્મવિશ્વાસ વધારવો એ માતાપિતાની જવાબદારી છે.
દરેક પેરેન્ટ્સ ઈચ્છે છે કે તેમનું બાળક સેલ્ફ કોન્ફિડન્સ (આત્મવિશ્વાસ)થી ભરેલું હોય. બાળકોનો આત્મવિશ્વાસ ઘર હોય કે બહાર બધે છલકાતો રહે. દરેક સફળતાની સાચી ચાવી આત્મવિશ્વાસ છે. આ જ કારણ છે કે દરેક પેરેન્ટ્સ તેમના બાળકનો આત્મવિશ્વાસ ઘણો ઊંચો જોવા માંગે છે. જો તમારું બાળક ડરતું હોય અથવા તો ડિપેન્ડેન્ટ સ્વભાવ ધરાવતું હોય તો બાળકોનો આત્મવિશ્વાસ વધારવો એ માતાપિતાની જવાબદારી છે.
માતા-પિતાએ બાળકનો યોગ્ય ઉછેર અને સકારાત્મક વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે. બાળક પણ તેના માતા-પિતા પાસેથી શીખે છે, તેથી તમારે તેની સામે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો જોઈએ અને બાળકનો સેલ્ફ કોન્ફિડન્સ વધારવામાં પણ મદદ કરવી જોઈએ.
આત્મવિશ્વાસ વધારવાની આ છે રીતો
બાળકનો આત્મવિશ્વાસ વધારવામાં પેરેન્ટ્સનો પ્રેમ અને કેર મહત્ત્વના છે. માતા પિતા પાસેથી મળતો પ્રેમ બાળકમાં આત્મવિશ્વાસ ભરી દે છે. આ રહી બાળકોનો સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ કરવાની ચાવીઓ
બાળકોને સમય આપો
બાળક જો ડરેલું રહે છે તો માતા-પિતાની જવાબદારી છે કે તેને ભરપૂર સમય આપો અને તેનો કોન્ફિડન્સ વધારો. બાળકો સાથે વિતાવેલો ક્વોલિટી ટાઈમ તેના ગ્રોથ અને આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરશે.
બોન્ડિંગ વધારો
કેટલીક વખત બાળકોનું બોન્ડિંગ તેમના પેરેન્ટ્સ સાથે મજબૂત બની શકતું નથી. ઘણી વખત તેની માનસિક અસર પણ થાય છે. બાળકોનો આત્મવિશ્વાસ તુટી જાય છે. આવા સંજોગોમાં જરૂરી છે કે તમે તમારું બાળક સાથેનું બોન્ડિંગ બહેતર બનાવો. રિલેશનશિપને સ્ટ્રોંગ બનાવવાની કોશિશ કરો.
તુલના ન કરો
કેટલાક બાળકો પોતાની વારંવાર તુલના અન્ય વ્યક્તિ સાથે થવાના કારણે ડરપોક થવા લાગે છે. બાળકોમાં ખુદ પ્રત્યે હીનભાવના આવવા લાગે છે અને તેનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. તો બાળકોની તુલના અન્ય લોકો સાથે ન કરો.
બાળકોના વખાણ કરો
જો બાળક કોઈ સારું કામ કરે છે તો પેરેન્ટ્સ હોવાના નાતે તેના વખાણ કરો. બાળકોના વખાણ તેમને સાતમા આસમાને પહોંચાડી શકે છે.
બાળકોને સોશિયલ એક્ટિવ બનાવો
બાળકોના કોન્ફિડન્સનો સીધો સંબંધ તેના સોશિયલ એક્ટિવ હોવા સાથે પણ છે. તમે પણ સામાજિક સક્રિય રહો અને બાળકોમાં પણ એવી આદત નાંખો. બાળકો સાથે વીકમાં એક વખત ફરવા જાવ. સાથે એજ્યુકેશન અને ફન ટ્રિપ પ્લાન કરો. આ બાળકો માટે આત્મવિશ્વાસ વધારનારું પગલું હશે.
આ પણ વાંચોઃ ‘રામાયણ’માં રાજા દશરથના રોલ માટે અમિતાભ બચ્ચન ફાઈનલ?