ડેઈલી રૂટિનમાં સામેલ કરો આ આદત, 11 વર્ષનું આયુષ્ય વધી શકશે
- તમારા ડેઈલી રૂટિનમાં કેટલીક આદતોને સામેલ કરવાથી તમે તમારી લાઈફના કેટલાક વર્ષો વધારી શકો છો. જેમ બને તેમ વહેલા આ આદત અપનાવી લેજો
HD ન્યુઝ ડેસ્કઃ ભાગદોડ ભરેલી અને સ્ટ્રેસફુલ લાઈફમાં ખુદ માટે સમય કાઢવો સરળ નથી. મોટાભાગના લોકો શારીરિક રીતે સક્રિય હોતા નથી. કેટલાક લોકો પાસે વોક પર જવાનો પણ સમય નથી. જેના કારણે તમામ પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચાલવું શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. દરરોજ ફક્ત 2.5 કલાકની વોકથી તમે તમારી ઉંમરના ઘણા વર્ષો વધારી શકો છો. આ સિવાય ચાલવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે.
ચાલવાથી તમારું આયુષ્ય વધે છે
બ્રિટિશ જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ જો સૌથી ઓછી સક્રિય વ્યક્તિ પણ સૌથી વધુ સક્રિય વ્યક્તિ જેવી જ પ્રવૃત્તિઓ કરે તો તેનું આયુષ્ય લગભગ 11 વર્ષ સુધી વધી શકે છે. ઓછા શારીરિક રીતે સક્રિય લોકોમાં હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે. જેના કારણે તેમનું ઉંમર પહેલા મૃત્યુ થઈ શકે છે.
અભ્યાસ શું કહે છે?
સંશોધકોએ કરેલા અભ્યાસમાં જણાવાયું છે કે વ્યક્તિ પોતાની જાતને શારીરિક રીતે સક્રિય રાખીને લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. આ માટે 40 વર્ષથી વધુ ઉંમરના 2003-2006ના નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વેના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે 2019 યુએસ વસ્તી ડેટા અને નેશનલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ સેન્ટરના 2017ના મૃત્યુ રેકોર્ડ સાથે પણ જોડાયેલો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 40 વર્ષથી વધુ ઉંમરના સૌથી વધુ સક્રિય 25% અમેરિકનોની કુલ શારીરિક પ્રવૃત્તિ દરરોજ 4.8 કિમી એટલે કે 160 મિનિટ વોક કરવા બરાબર હતી.
તેના પરથી સંશોધકોએ અનુમાન લગાવ્યું હતું કે તેમના જેવા સક્રિય રહેતા અમેરિકનો તેમની ઉંમરના 5 વર્ષ સુધી વધારી શકે છે. જો સૌથી ઓછા શારીરિક રીતે સક્રિય લોકો સક્રિય રહેતા 25% ની જેમ એક્ટિવ રહે અને 111 મિનિટ ચાલે તો તેમનું આયુષ્ય 11 વર્ષ સુધી વધી શક્યું હોત.
રોજ ચાલવાથી થાય છે આ ફાયદા
- આ અભ્યાસ મુજબ દરેક કલાકે ચાલવાથી આયુષ્ય 6 કલાક વધી શકે છે
- તણાવ અને એંગ્ઝાઈટી ઓછી થાય છે.
- હાડકાં મજબૂત બને છે
- ફેફસાં અને હૃદય સ્વસ્થ રહે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે વોક એ રામબાણ ઈલાજ છે.
- સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો ટળી જાય છે.
- હોર્મોન્સ સંતુલિત રહે છે.
- વજન ઘટે છે.
- હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ ઘટે છે.
- સાંધા અને સ્નાયુઓની જડતા ઓછી થાય છે.
આ પણ વાંચોઃ પુરુષો પણ પોતાના સૌંદર્યને નિખાર આપી શકે છેઃ જાણો કેટલીક ટ્રિક્સ
આ પણ વાંચોઃ દીકરી માટેનો પ્રેમ બરાબર, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ