સુરતમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન, 5 જ્વેલર્સ પાસેથી બેનામી 100 કરોડથી વધુનો સ્ટોક મળ્યો
- 100 કરોડથી વધુનો ગોલ્ડના સ્ટોકમાં ગોટાળાનો હિસાબ મળ્યો
- પાંચેય જ્વેલર્સોને ત્યાંથી 2500 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા
- રવિવાર સુધી 37 સ્થળો પર તપાસ પુરી થઇ હતી
સુરતમાં પાંચ જ્વેલર્સના ત્યાં ITનું સર્ચ શરૂ છે. જેમાં 2,500 કરોડના ડોક્યુમેન્ટ સીઝ કરવામાં આવ્યા છે. તેમજ જ્વેલર્સોના ચોપડામાં દર્શાવ્યા કરતાં 100 કરોડથી વધુનો સ્ટોક મળ્યો છે. જ્વેલર્સોને ત્યાંથી 2500 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. 30થી વધુ લોકર અને કરોડોની રોકડ તેમજ જ્વેલરી પણ જપ્ત કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદથી 207 જળાશયોમાં 89.79 ટકા પાણી, જાણો કેટલા જળાશયો હાઈએલર્ટ પર
પાંચેય જ્વેલર્સોને ત્યાંથી 2500 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા
સુરત આવકવેરા વિભાગની ડીઆઇ વિંગ દ્વારા શહેરના પાંચ જ્વેલર્સો અને જ્વેલરી મેન્યુફેક્ચર્સને ત્યાં શરૂ કરવામા આવેલી કાર્યવાહી 37 સ્થળો પર પૂર્ણ થઈ છે અને અન્ય 3 સ્થળો પર મોડી રાતે પૂર્ણ થવાની સંભાવના છે. અત્યાર સુધીની તપાસમાં વિભાગે પાંચેય જ્વેલર્સોને ત્યાંથી 2500 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત આવકવેરા વિભાગના અધિકારીઓના નેતૃત્વ પાંચ જ્વેલર કાંતિલાલ એન્ડ બ્રધર્સ, પાર્થ ઓર્નામેન્ટ, અક્ષર જ્વેલ, હરિકલા ગોલ્ડ અને તીર્થ ગોલ્ડ પર તપાસ કરવામાં આવી હતી. પેઢીના માલિક, ભાગીદારો અને વિશ્વાસુઓ સહિત કુલ 40 ઠેકાણે કરવામા આવેલી કાર્યવાહી રવિવાર સુધી 37 સ્થળો પર તપાસ પુરી થઇ હતી.
આ પણ વાંચો: ગુજરાતના 173 તાલુકામાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ
100 કરોડથી વધુનો ગોલ્ડનો સ્ટોકનો હિસાબ પણ વિભાગે શોધી કાઢયો
જ્યારે કાંતિલાલ એન્ડ બ્રધર્સને ત્યાં તપાસ જારી છે. પાર્થ અને તીર્થ ગોલ્ડના ત્યાંથી મોટાપાયે રોકડમાં ખરીદી-વેચાણના વ્યવહારો મળી આવ્યા હતા. તમામ જ્વેલર્સોએ રોકડથી ખરીદી કરી અને રોકડમાંજ જ્વેલરી વેચી નાખી હતી. અત્યાર સુધી વિભાગે 2,500 કરોડ રુપિયાના હિસાબી દસ્તાવેજો જપ્ત કર્યા છે. તે સિવાય 30થી વધુ લોકર અને કરોડોની રોકડ તેમજ જ્વેલરી પણ જપ્ત કરાઈ છે. જ્વેલર્સોએ તેમના દસ્તાવેજોમાં જણાવ્યા કરતાં 100 કરોડથી વધુનો ગોલ્ડનો સ્ટોકનો હિસાબ પણ વિભાગે શોધી કાઢયો હતો.