અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદની કુખ્યાત મહિલા અને તેના ભાઈ પર સંકજો

Text To Speech

અમદાવાદઃ આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના 40 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં એશિયન ગ્રેનિટો નામના ભારતના ટોચના ટાઈલ્સ ઉત્પાદકના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. કંપની પર આવકવેરા વિભાગના દરોડાની સાથે સાથે કંપનીના વડોદરા, હિંમતનગર ખાતેના ઘર અને ફેક્ટરી સહિતના સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય એક રિયલ એસ્ટેટ ફર્મ સાથે તથા રાજકારણી સાથે નિકટતા ધરાવતી એક મહિલાના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન કરચોરીનો મોટો આંકડો સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાઈ-બહેન વિશે વધુ જાણો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ-5 હેઠળ મહિલા વિરુદ્ધ અગાઉ પણ કાર્યવાહી થઈ ચુકી છે. મહિલાની કડી અને સાણંદમાં અન્યના નામે ખરીદેલી જમીન ટાંચમાં લેવા અંગે એફઆઈઆર દાખલ થઈ હતી. બોગસ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને ફ્લેટ વેચી દઈને મેળવેલા નાણાનું જમીન ખરીદવા માટે રોકાણ કરાયું હોવા અંગે ફરિયાદ થઈ હતી. મહિલા પોતે ખેડૂત ન છતા ખેતીની જમીન ધરાવે છે. 2005માં જોધપુરમાં રત્નમણિ ફ્લેટમાં સી-4 અને સી-9 નંબરના બે ફ્લેટ ખરીદાયા હતા. આ બંને ફ્લેટ તેમની ખોટી સહી કરીને મહિલા અને તેના ભાઈએ બોગસ પાવર ઓફ એટર્નીથી કરીને વેચી દીધા હતા. આ સિવાય આ મહિલાએ વૈષ્ણોદેવી મંદિર પાસે રેસિડન્સી સ્કીમ મુકીને અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી. આટલુ જ નહીં મહિલા અને તેનો ભાઈ જુગાર રમવાના પણ શોખિન હોવાનું જાણવા મળેલ છે.

સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓમાં ફફડાટ
એશિયન ગ્રુપની શાખાઓ અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાંક સ્થળો પર આવેલી છે. ત્યારે અમદાવાદમાં આવેલી મુખ્ય ઓફિસો પર પણ ઈન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસના પગલે સિરામિક અને ફાઈનાન્સ પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. બીજી તરફ, મોરબીમાં પણ એક જોઈન્ટ વેન્ચર પર તપાસ થઈ રહી છે.

આ સાથે જ રાજ્યના કુલ 35થી 40 સ્થળોએ આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે પોલીસના મોટા કાફલા સાથે મળીને આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગના અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે.

કમલેશ પટેલની માલિકીની શેર માર્કેટમાં લિસ્ટેડ એવી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ. દેશની સૌથી મોટી ટાઈલ્સ અને બાથવેર સોલ્યુશન ઉત્પાદક કંપનીઓ પૈકીની એક છે. કંપનીના તમામ ભાગીદારોના ત્યાં તથા મોરબી ખાતેના જોઈન્ટ વેન્ચરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button