કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ
મોરબીની ક્વોટન સિરામિક ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, વહેલી સવારથી 25 જેટલી જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલુ


મોરબીઃ આયકર વિભાગે ગુજરાતમાં વધુ એક ગ્રુપ પર દરોડા પાડ્યાં છે. મોરબીમાં આવેલા ક્વોટન સિરામિક ગ્રુપ પર આવકવેરા વિભાગે રેઇડ પાડી છે. મળતી માહિતી પ્રમાણે, હાલ 25 જેટલી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ, મોરબી અને રાજકોટમાં આવેલી ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મોટી માત્રામાં કરચોરી કરતા હોવાનું ધ્યાને આવતા જ આવકવેરા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારથી જ તમામ સ્થળે તપાસ હાથ ધરી છે.