ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ITના દરોડામાં એટલી રોકડ મળી કે નોટો ગણવાના મશીનો જ બંધ પડ્યા

Text To Speech

નવી દિલ્હી, 07 ડિસેમ્બર: આવકવેરા વિભાગે  06 ડિસેમ્બરે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડા પાડ્યા હતા. કામગીરી કરતા એજન્સીએ કંપની સાથે સંકળાયેલા પરિસરમાંથી મોટી રકમની રોકડ રિકવર કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ઑપરેશન ચાલુ છે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે ગઈકાલ સુધી 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ નોટોની સંખ્યા એટલી વધારે છે કે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

આવકવેરા વિભાગે કરચોરીની શંકાના આધારે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. આવી સ્થિતિમાં ઓફિસમાંથી આટલી મોટી રકમની રોકડની વસૂલાત બાદ પણ ખરેખર કરચોરી થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થયા બાદ જ કરચોરીની ચોક્કસ રકમ જાણી શકાશે.આવકવેરા વિભાગની છ ટીમો આ જગ્યાઓની તપાસ કામગીરીમાં લાગી છે. કામગીરીમાં આઈટી ટીમની સાથે CISFના જવાનો પણ સામેલ છે.

બપોર સુધીના સમાચાર જાણો ફટાફટ… HDNews ટૉપ-10 ઉપર, જૂઓ વીડિયો

કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદના ઘરે દરોડા

બુધવારે આવકવેરા વિભાગની ટીમે રાંચી, લોહરદગા અને ઝારખંડમાં રાજ્યસભા કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પાંચથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ધીરજ સાહુ ઝારખંડના અગ્રણી બિઝનેસ અને રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ કોંગ્રેસમાંથી બે વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. સાંસદ સાહુનું પૈતૃક નિવાસ લોહરદગામાં છે, જ્યારે તેમના પરિવારનો રાંચીના રેડિયમ રોડમાં બંગલો છે. સુરક્ષા દળોની સાથે આવકવેરાની ટીમ બુધવારે સવારે સાંસદના બંને ઠેકાણે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું.

આ પણ વાંચો: નકલી ઈન્કમ ટેક્સ અધિકારી બનીને લૂંટ ચલાવનાર 8 બદમાશો ઝડપાયા

Back to top button