ટોપ ન્યૂઝનેશનલ

BBC ની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા

Text To Speech

બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ હજુ હમણાં જ થોડો થમીઓ છે ત્યારે દિલ્હી બીબીસીની હેડ ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે હાલ ઇન્કમ ટેક્સ બીબીસી ઓફિસમાં ડોક્યુમેન્ટ્સ સર્વે કરી રહ્યા હોવાની વાત સામે આવી છે.

ઓફિસમાં હજાર સ્ટાફના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે અને કેટલાક કર્મચારીઓને ઘરે જવા માટે પણ કહેવામાં આવ્યું છે, સત્તાવાર રીતે વધુ વિગત હજુ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવી નથી. ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે જેપીસીની માંગ કરી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર બીબીસી પર રેડ કરવી રહી છે, “વિનાશકારે વિપરીત બુદ્ધિ.”

કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ પણ ટ્વિટર પર લખ્યું છે કે, “આ સમયે જ્યારે ભારત G-20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે, ત્યારે PM મોદી ભારતને નિરંકુશતા અને સરમુખત્યારશાહી તરફ ધકેલી રહ્યા છે. બીબીસીના દરોડા, અદાણીને ક્લીન ચિટ, અમીરો માટે ટેક્સમાં ઘટાડો, લોકો તેમના ઘરો ગુમાવી રહ્યા છે, અસમાનતા અને બેરોજગારી વધી રહી છે.

આ ન્યૂઝ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, વધુ વિગત અમે અપડેટ કરી રહ્યા છીએ…. 

Back to top button