કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં આવકવેરા વિભાગના દરોડા

Text To Speech

અમદાવાદ, 7 ફેબ્રુઆરી : અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના મોટા શહેરોમાં આવકવેરા વિભાગની ટીમના દરોડા હોવાનું સામે આવી રહ્યું છે. આજે શુક્રવારે વહેલી સવારથી આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મીઠાના વેપારી ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જાણીતા દેવ ગ્રૂપ ઉપર આ સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમની અમદાવાદ ઉપરાંત રાજકોટ તેમજ ગાંધીધામમાં આવેલ પેઢી ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગની લગભગ 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ દ્વારા આ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.

Back to top button