ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણામાં કોંગ્રેસ નેતાઓના ઘર સહિત 10 સ્થળે IT ના દરોડા

Text To Speech
  • રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઇન્કમટેક્ષ વિભાગની રેડ
  • હૈદરાબાદમાં કોંગ્રેસ નેતાઓના ઘર સહિત 10 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન

તેલંગાણા : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગે ગુરુવારે હૈદરાબાદમાં કોંગ્રેસ નેતાના ઘર સહિત 10 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હૈદરાબાદ અને તેની આસપાસના કોંગ્રેસના નેતા પારિજાત નરસિમ્હા રેડ્ડી અને લક્ષ્મા રેડ્ડીના 10 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો પર 30 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ પહેલા જ ઇન્કમટેક્સની રેડને કારણે રાજકારણ ગરમાયું છે.

કોંગ્રેસના બે નેતાઓના ઘરે આયકર વિભાગના દરોડા

 

તેલંગાણા કોંગ્રેસના નેતા કે લક્ષ્મા રેડ્ડીના કેટલાક સ્થાનોની આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચ બંને દ્વારા તપાસ કરવામાં આવી છે. તો હૈદરાબાદમાં કોંગ્રેસ નેતા પારિજાત રેડ્ડીના ઘર સહિત 10 સ્થળો પર IT વિભાગે તપાસ કરી છે. પારિજાત રેડ્ડી મહેશ્વરમથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. પારિજાત રેડ્ડી તેલંગાણાના બદંગપેટના મેયર છે. ગત વર્ષે તે BRS પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. સવારે 5 વાગ્યાથી બાલાપુરમાં પારિજાત રેડ્ડીના ઘરે ITનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આયકર વિભાગના અધિકારીઓએ પારિજાત રેડ્ડીની દીકરીનો ફોન પણ જપ્ત કર્યો હતો. જ્યારે ITની રેડ પડી ત્યારે પારિજાત રેડ્ડી અને તેમના પતિ નરસિમ્હા રેડ્ડી હૈદરાબાદમાં ન હતા.

 

આ પણ વાંચો :કેજરીવાલે ED સમક્ષ હાજર થવાને બદલે ચૂંટણી રેલી યોજવાનું પસંદ કર્યું

Back to top button