ટ્રેન્ડિંગમનોરંજન

અક્ષય કુમારને ઈન્કમ ટેક્સ વિભાગે આપ્યું વિશેષ સન્માન, સૌ કોઈને થશે માન

Text To Speech

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને એક વિશેષ સન્માન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. દેશના ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા અક્ષય કુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ટેક્સ ભરનાર વ્યક્તિ છે. તેથી આઈટી ડિપાર્ટમેન્ટે એક્ટરને સન્માન પત્ર મોકલીને સન્માનિત કર્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ સન્માન પત્ર તેમની ટીમે રિસીવ કર્યું છે, કેમ કે અક્ષય કુમાર અત્યારે ટીનૂ દેસાઈની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે લંડન ગયો છે. આવું પહેલી વખત નથી કે જ્યારે એક્ટરને આ પ્રકારનું સન્માન મળ્યું હોય. છેલ્લા 5 વર્ષથી અક્ષય સૌથી વધારે ટેક્સ ભરનારાઓની યાદીમાં સામેલ છે. તેમજ તે સતત આ યાદીમાં ટોપ પર જ રહ્યો છે.

akshay-kumar income tax

સૌથી વધારે ટેક્સ ભરનારાઓમાં અક્ષય

અક્ષય કુમાર સાથે સંકળાયેલા લોકોના અનુસાર, અક્ષયની પાસે ઘણી ફિલ્મો છે અને સાથે જ એન્ડોર્સમેન્ટની દુનિયામાં પણ સારી એવી ઓફર્સ છે. તે ભારતમાં સૌથી વધારે ટેક્સ ભરનારાઓના લિસ્ટમાં સામેલ હોવો એ કોઈ આશ્ચર્યની વાત નથી. તેમજ તે આ બાબતમાં ઘણો ચોક્કસ છે. તેમજ એક રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર 29 કરોડ થી વધુ રૂપિયાનો ટેક્સ ચુકવ્યો છે.

આ પણ વાંચો : શમસેરા સાથે યશરાજની પણ મુશ્કેલી વધી, બેક ટુ બેક ચાર ફિલ્મો ફ્લોપ

લોકો મારી ઈર્ષ્યા કરે છે- અક્ષય

અક્ષય તાજેતરમાં કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં સમાંથા રૂથ પ્રભુની સાથે જોવા મળ્યો હતો. કરણે અક્ષયને સવાલ કર્યો હતો કે તેણે પોતાના કરતાં ઉંમરમાં નાની એક્ટ્રેસિસની સાથે કામ કરવા માટે પણ ટ્રોલ કરવામાં આવે છે. આ વિશે અક્ષયે કહ્યું હતું કે, આવું એટલા માટે છે કેમ કે લોકોને મારાથી ઈર્ષ્યા થાય છે. હું યંગ એક્ટ્રેસિસની સાથે કામ કરી શકું છું. શું હું 55 વર્ષનો દેખાઉં છું? મને સમસ્યા સમજાતી નથી.

Back to top button