રાજકોટની બોનાન્ઝા બ્યુટી સલૂન પર GST વિભાગના દરોડા, 43 લાખની કરચોરી ઝડપી
આવકવેરા વિભાગ અને જીએસટી ઈન્ટેલીજન્સ વિભાગના રાજકોટના બોનાન્ઝા બ્યુટી દરોડા પાડ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ રાજકોટ સેન્ટ્રલ જીએસટીની પ્રિવેન્ટીવ વીંગ દ્વારા આજે ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ વખત બ્યુટી સલુન પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે 43 કરચોરી લાખની ચોરીને ઝડપી પાડવામાં આવી છે.
આ પણ વાંચો: NIAના અનેક સ્થળો પર દરોડા, આતંકીઓને મદદ કરનારા નિશાને
રાજકોટની બોનાન્ઝા બ્યૂટી સલૂન પર GST ટીમમાં દરોડા
રાજકોટની બોનાન્ઝા બ્યૂટી સલૂનની 7 બ્રાન્ચ પર સેન્ટ્રલ GSTની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન રૂપિયા 43 લાખની કરચોરી ઝડપાઈ છે. તેમજ હજુ પણ વધુ કરચોરી પકડાય તેવી શક્યતાઓ છે. ત્યારે મળતી માહિતી મુજબ બ્યૂટી સલૂનમાં ગ્રાહકો પાસેથી મસમોટી રકમ વસૂલવામાં આવતી હતી. પરંતુ ડ્યૂટી ભરવામાં નહોતી આવતી. જેની વિગતો ધ્યાને આવતા સેન્ટ્રલ GSTની ટીમે દરોડા પાડ્યા હતા.
7 બ્રાન્ચ પર સેન્ટ્રલ GSTની ટીમના દરોડા
અત્યાર સુધીમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત તેમજ રાજકોટમાં અનેક જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે આ પ્રથમ વખત છે કે કોઈ બ્યૂટી સલૂનમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં બોગસ પેઢીઓ પર પણ જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે.