ભારતમાં Asus ROG ફોન 7 સિરીઝ લોન્ચ, આ નવા ફોનની શું છે ખાસિયતો ?


ભારતમાં Asus ROG ફોન 7 સિરીઝ લોન્ચ
જાણો, આ નવા ફોનની શું છે ખાસિયતો ?
કેટલી છે તેની કિંમત ?
ASUSનો સ્માર્ટફોન ROG Phone 7 સિરીઝ લોન્ચ
ટેક કંપની ASUSએ ભારત સહિત તાઈવાન, જર્મની અને USના બજારોમાં નવો ફ્લેગશિપ સ્માર્ટફોન ROG Phone 7 સિરીઝ લોન્ચ કર્યો છે. ROG એટલે કે ‘રિપબ્લિક ઓફ ગેમર્સ’ નામ પરથી જ સ્પષ્ટ છે કે આ ફોન ખાસ મોબાઇલ ગેમિંગ માટે તૈયાર કરાયો છે. ROG ફોન 7 સિરીઝ સ્નેપડ્રેગન 8th Gen 2 SoC પ્રોસેસર, 165Hz ફુલ HD+ AMOLED ડિસ્પ્લે અને 6000 mAh બેટરી જેવા હાઇ એન્ડ એડવાન્સ અને પાવરફુલ ફીચર્સ આપવામાં આવ્યા છે.
Launching the #ROGPhone7series a flagship gaming smartphone with the latest Qualcomm® Snapdragon® 8 Gen 2 Mobile Platform and a massive 6000 mAh split battery, this gaming legend equips you with invincible power and speed for long-lasting gameplay even after work happened.
— ASUS India (@ASUSIndia) April 13, 2023
કંપનીએ પોતાનો નવો ગેમિંગ ફોન 2 મોડલમાં લોન્ચ કર્યો છે. તેના 12GB RAM + 256GB સ્ટોરેજ સાથે ROG ફોન 7 મોડલની કિંમત રૂ. 74,999 છે. તે જ સમયે, 16GB RAM + 512GB સ્ટોરેજ સાથે ROG Phone 7 Ultimate મોડલની કિંમત 99,999 રૂપિયા રાખવામાં આવી છે. ભારતમાં ROG ફોન 7નું ઑફલાઇન અને ઑનલાઇન વેચાણ મે મહિનામાં શરૂ થશે, જેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. 7 સિરીઝના બંને મોડલની પાછળની પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. બંને ફ્લેગશિપ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. નવા મોડલમાં અદૃશ્ય અલ્ટ્રાસોનિક બટનો અને મોશન સેન્સર ટ્રિગર્સ પણ છે.