ગુજરાતટોપ ન્યૂઝ

યુવાનોમાં અચાનક હાર્ટ એટેકની ઘટનાઓ વધી, સુરતમાં ગરબા રમતા વધુ એક યુવાનનું મોત

Text To Speech
  • યુવાન છાતીમાં દુ:ખાવા બાદ અચાનક બેભાન થઇ ઢળી પડ્યો
  • નવ યુવાનોમાં અચાનક હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે
  • પોલીસે યુવકના મોતને પગલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

સુરતમાં ગરબા રમતા રમતાં 26 વર્ષીય યુવકનું મોત થયુ છે. જેમાં 26 વર્ષીય રોહિત રાઠોડનું હાર્ટ એટેકથી મોત થયુ છે. હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. સુરતના સચિન વિસ્તારમાં આ ઘટના બની છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદીનો વિવાદ ચેરિટી કમિશનર પાસે પહોંચ્યો 

યુવાન છાતીમાં દુ:ખાવા બાદ અચાનક બેભાન થઇ ઢળી પડ્યો

રાજ્યમાં ગરબા રમતા રમતા વધુ એક યુવાનનું મોત નિપજ્યું છે. જેમાં 27 વર્ષીય યુવકનું ગરબા રમતી વખતે છાતીમાં દુ:ખાવા બાદ અચાનક બેભાન થઇ ઢળી પડ્યો હતો. જેને લઇ 108ની મદદથી નજીકની પીએચસી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સુરત સહિત ઘણાં સમયથી નવ યુવાનોમાં અચાનક હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. સચિનના બોળંદ ગામ ખાતે આવેલ ડુંગરી ફળિયામાં રહેતો 27 વર્ષીય રોહિત ભીખુ રાઠોડ ગત રાત્રે તેમના ફળિયામાં ગરબા રમવા માટે ગયો હતો. આ દરમિયાન તેને છાતીમાં દુ:ખાવો થયા બાદ ગરબા રમતા રમતા અચાનક પડી ગયો હતો અને સ્થળ પર બેભાન થઇ ગયો હતો.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ઓલિમ્પિક ગેમ્સ માટે 200 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સેન્ટર બનશે 

પોલીસે યુવકના મોતને પગલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

ગરબા સ્થળે પરિવારજનો સહિત સૌ ખેલૈયા ચિંતામાં મૂકાયા હતા. ડોક્ટરો અને પરિવારે યુવકનું હાર્ટ-એટેકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. યુવકની 6 વર્ષની પુત્રી અને પત્નીને છ માસનો ગર્ભ છે. ત્યારે અચાનક યુવકના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વધુમાં જણાવ્યું હતું કે, પરિવાર દ્વારા 108 એમબ્યુલન્સને બોલાવી નજીકની પલસાણા ખાતેની પી.એચ.સી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે રોહિત રાઠોડને મૃત જાહેર કર્યો હતો. જેને લઇ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે યુવકના મોતને પગલે અકસ્માત મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

Back to top button