ગુજરાતમાં આર્મી ઓફિસરની ઓળખ આપી ફ્રોડ કરનારાઓની ઘટનાઓ વધી
- કઠલાલના યુવાન સાથે ઓનલાઈન રૂ.1,33,860ની છેતરપિંડી થઈ
- ફર્નીચર અને ઈલેક્ટ્રીક સામાન સસ્તા ભાવે આપવાની લાલચ આપી
- પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી
ગુજરાતમાં આર્મી ઓફિસરની ઓળખ આપી ફ્રોડ કરનારાઓની ઘટનાઓ વધી છે. જેમાં અમદાવાદમાં કઠલાલના યુવાન સાથે ઓનલાઈન રૂ.1,33,860ની છેતરપિંડી થઈ છે. તેમાં આર્મી ઓફ્સિરની ઓળખ આપી ફર્નીચર વેચવાના બહાને ફ્રોડ કરવામાં આવ્યો છે. તેથી પોલીસ મથકે પાંચ લોકો સામે છેતરપિંડીની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. તથા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં કવાયત, ચૂંટણી પંચ કરશે આ કામ
ફર્નીચર અને ઈલેક્ટ્રીક સામાન સસ્તા ભાવે આપવાની લાલચ આપી
ઓફિસરની ખોટી ઓળખ આપી ફર્નીચર અને ઈલેક્ટ્રીક સામાન ઓછા ભાવે વેચવાની લાલચ આપી છેતરપિંડી કરનાર પાંચ લોકો સામે કઠલાલ પોલીસ મથકે ફરીયાદ નોંધાય છે. પ્રાપ્ત માહિતી મુજબ તુષારભાઈ પરસોત્તમભાઈ પટેલ રહેવાસી કઠલાલનાઓને દર્શનકુમાર નામના વ્યક્તિએ ફેસબુક ઉપર આઇડી બનાવ્યું હતું અને આર્મી ઓફિસરની ઓળખ આપી હતી. જેમાં ફર્નીચર અને ઈલેક્ટ્રીક સામાન સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી.
આ પણ વાંચો: પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાના કાર્યકાળની ફાઈલ ખૂલશે, મોટા માથાની ચિંતા વધી
પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી
સમગ્ર મામલે રાજેશ રાઠોડ નામના વ્યક્તિએ કાર્ગો મિલેટરી ટ્રાન્સપોર્ટ તથા વિશાલ શર્મા નામના વ્યક્તિએ જીએસટી પોલીસી ઓફિસરની ઓળખ આપી હતી. તેમજ આ છેતરપિંડીમાં અન્ય બે લોકો અરુણકુમાર અને શ્યામોભાઈ પણ સામેલ હતા અને છેતરપિંડી કરવામાં એકબીજાને મદદગારી કરી હતી. સદર પાંચ ઈસમો એ તુષારભાઈને સસ્તા ભાવે સામાન આપવાની લાલચ આપી Googal Payમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવી રૂપિયા 1,33,860 ની ઓનલાઇન ડેબિટ કરી છેતરપિંડી કરી હતી અને સામાન નહીં આપી આર્થિક નુકસાન પહોંચાડયું હતું. આ મામલે તુષારભાઈ પટેલે કઠલાલ પોલીસ મથકે પાંચ લોકો સામે છેતરપિંડીની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી.