ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ફ્ટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ વધી, અમદાવાદમાં આગના બનાવો જાણી રહેશો દંગ

  • છેલ્લા ત્રણ દિવસમાં ફયરબ્રિગ્રેડને આગના કુલ 206 કોલ મળ્યા
  • એક આગની ઘટનામાં બે ફયરકર્મીઓને સામાન્ય ઇજા થઈ
  • ધનતેરસના દિવસે 28 કોલ અને કાળીચૌદશના દિવસે 42 કોલ ફાયરબ્રિગ્રેડને મળ્યા

ગુજરાતમાં ફ્ટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ વધી છે. જેમાં અમદાવાદમાં આગના બનાવો વધ્યા છે. ત્યારે દિવાળીમાં અમદાવાદમાં આગના કુલ 137 કોલ મળતાં ફાયર વિભાગ દોડ્તું રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં ફટાકડાના કારણે આગ લાગવાના ફાયરને 206 કોલ મળ્યા છે. નવરંગપુરામાં આગની એક ઘટનામાં બે ફાયરકર્મીને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન, સિંગાપોરની મુલાકાતે જશે, જાણો શું છે કારણ 

છેલ્લા ત્રણ દિવસમાં ફયરબ્રિગ્રેડને આગના કુલ 206 કોલ મળ્યા

બોપલમાં આવેલ ફ્લેટમાં 11મા માળે ગેલેરીમાં રોકેટ પડતાં આગ લાગી હતી. દિવાળીના તહેવારોમાં ફ્ટાકડાના કારણે આગ લાગવાની સંખ્યાબંધ ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં ફયરબ્રિગ્રેડને આગના કુલ 206 કોલ મળ્યા હતા. જેમાં દિવાળીની રાત્રે 10 થી સવારે છ વાગ્યા સુધીમાં 88 જેટલા કોલ મળ્યા હતા. તેમજ દિવાળીના દિવસે કુલ 137 કોલ મળ્યા હતા. જ્યારે ધનતેરસના દિવસે 28 કોલ અને કાળીચૌદશના દિવસે 42 કોલ ફાયરબ્રિગ્રેડને મળ્યા છે.

આ પણ વાંચો: અંબાજી મંદિરમાં નવા વર્ષની પ્રથમ આરતીમાં માનવ મહેરામણ ઉમટ્યુ

આગની ઘટનામાં બે ફયરકર્મીઓને સામાન્ય ઇજા થઈ

આ ઉપરાંત શહેરમાં જુદી-જુદી જગ્યાઓ પર આગની ઘટના બનતા નવરંગપુરામાં લાગેલ એક આગની ઘટનામાં બે ફયરકર્મીઓને સામાન્ય ઇજા થઈ હતી. ત્યારે ખુલ્લા પ્લોટ અને ઘરના મકાનની ગેલેરીમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. દિવાળીમાં ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમ પાસેથી મળતી માહિતી મુજબ, આગની ઘટનાઓમાં સૌથી વધારે ખુલ્લા પ્લોટમાં અને કચરામાં આગ લાગવાના બનાવો વધુ છે. તેમજ વાસણામાં સ્વામિનારાયણ પાર્ક-3 ની પાછળ આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ફટાકડાના કારણે મોડી રાત્રે ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઝાડી-ઝાંખરા અને કચરો સહિતની વસ્તુઓ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અડધો કિલોમીટર દૂર સુધી આ આગના ધુમાડા જોવા મળ્યા હતા. ત્યારે આસપાસના લોકોએ ફયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની સાત ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો: આવતીકાલથી ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ, જાણો શું હશે ખાસ 

દિવાળીની રાત્રે ફાયર બ્રિગેડની ગાડીઓ સતત રોડ ઉપર દોડતી જોવા મળી

નવરંગપુરામાં પણ એક આગ લાગતા તેમાં બે ફયરકર્મીઓને સામાન્ય ઇજાઓ થઇ હતી. જો કે આગના બનાવમાં ક્યાંય પણ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. દિવાળીમાં લોકો રોકેટ ફેડતા હોય છે ત્યારે ફ્લેટના મકાનની ગેલેરીમાં જાળીઓ લગાવેલી હોવાથી ફ્ટાકડો તેની પર પડતા તુરંત જ આગ લાગે છે. દિવાળીની રાત્રે બે મકાનમાં વેલ અને અન્ય જાળીઓ લગાવી હોવાથી તેની પર ફ્ટાકડો પડતા આગ લાગતા ગેલેરી બળીને ખાખ થઇ ગઇ હતી. શહેરમાં નિકોલ, નરોડા, બહેરામપુરા, દાણીલીમડા, વાસણા, સરખેજ, જુહાપુરા, બોપલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. આમ દિવાળીની રાત્રે ફાયર બ્રિગેડની ગાડીઓ સતત રોડ ઉપર દોડતી જોવા મળી હતી.

Back to top button