અમદાવાદ: આયકર ટેક્સેશનની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સાથે મારામારીનો બનાવ; CCTV આવ્યા સામે
અમદાવાદ 7 ઓગસ્ટ 2024 : અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ આશ્રમ રોડ ખાતે રાજકમલ બી કોમ્પ્લેક્સ માં આઈકર ટેક્સેશનની ઓફિસમાં તોડફોડ તથા મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે ઓફિસમાં કામ કરતા પ્રદીપ વાઘેલા અને રોહિત પરમાર શું કહેવું છે આ અંગે જાણીએ!!!
કલાક સુધી બંધક બનાવી રાખ્યા: પ્રદીપ વાઘેલા
પ્રદીપ વાઘેલાએ એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું કે બપોરે 2.15 વાગ્યાનાં સુમારે અભિષેક શાહ અને ભાવિન શાહ નામના શખ્સોએ આવી પહેલા કર્મચારી સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ એમના 5 થી 6 માણસોને બોલાવી ઓફિસમાં કામ રોહિત પરમાર અને મને બંધક બનાવી જાતિ સૂચક ગાળો બોલી ફોન ઝુંટવી માર માર્યો છે. અને 2 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતાં અને ઓફિસમાં રહેલા કોમ્પ્યુટર અને સમાની ન તોડ ફોડ કરી હતી.
દલિત એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાય તેવી માંગ
રોહિત પરમાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે બનાવ બનતાં કોમ્પલેક્ષનાં રહીશો આજુ બાજુનાં પાડોશીઓ મામલાને શાંત પાડવા માટે પહોંચ્યા હતા અને હુમલો કરનાર અભિષેક શાહ અને ભાવિન શાહને તોડફોડ ન કરવા સમજાવટ કરી હોવા છતાં તેમણે હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. કર્મચારીઓએ માંગણી કરતા કહ્યું હતું કે અભિષેક શાહ, ભાવિન શાહ એમના સાગરીતો સાગર, મુકેશ, વિશાલ વિરૂદ્ધ કર્મચારીઓને દલિત એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવે ત્યારે એચડી ન્યૂઝની ટીમનો સામે પક્ષે સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો ન હતો. જોકે આ મામલો નવરંગપુરા પોલીસ સ્ટેશનને પહોંચતા યોગ્ય તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ગુજરાત 7.15 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે