સ્વીડનમાં કુરાન શરીફ સળગાવવાની ઘટના: વિરોધમાં પાકિસ્તાને કરી નવી જાહેરાત
કરાચી: ઈદના અવસરે સ્વીડનમાં કુરાન શરીફ સળગાવવાની ઘટનાની ઈસ્લામિક દેશોએ ટીકા કરી છે. આ ક્રમમાં હવે પાકિસ્તાનમાં તે ઘટનાના વિરોધમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
પાકિસ્તાને જાહેરાત કરી છે કે, તેઓ હવે સાત જૂલાઇએ પવિત્ર કુરાન દિવસ મનાવશે. ડોન ન્યૂઝના સમાચાર અનુસાર, સંસદમાં છ જૂલાએ આ અંગે સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યો હતો, જેથી આ ઘટનાની ઉચ્ચતમ સ્તર પર નિંદા કરી શકાય. આ ઘટનાને લઇને સંસદમાં એક નિંદા પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે.
આ નિર્ણય કેબિનેટની બેઠક પછી લેવામાં આવ્યો છે. આ બેઠકમાં પીએમ શહેબાઝ શરીફ પણ હાજર હતા. બેઠકમાં તે પણ નક્કી કરવામાં આવ્યું છે કે, કુરાન શરીફને સળગાવવાના મુદ્દા પર શુક્રવારે આખા દેશમાં પ્રદર્શન કરવામાં આવશે.
પીએમ શહેબાઝ શરીફે તમામ રાજકીય પાર્ટીઓ સહિત નાગરિકોને આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇને એકતાનો સંદેશ આપવાની અપીલ કરી છે. શરીપે પોતાની પાર્ટી મુસ્લિમ લીગ-નવાઝને આ નિર્દેશ આપ્યા છે કે, શુક્રવારે દેશમાં આના સંબંધિત રેલીઓ કરવામાં આવશે.
સ્વીડનમાં કુરાન શરીફ સળગાવવા માટે સઉદી અરબ, ઈરાન સહિત મુસ્લિમ દેશોના સંગઠન આઈઓસીએ નિંદા કરી હતી. સઉદી અરબ સ્થિત આ સંગઠને પોતાના સભ્ય રાષ્ટ્રોને કહ્યું છે કે, તેઓ આ દેશોને રોકવા માટે એકતા દર્શાવીને સામૂહિક રૂપથી એવી રીતો અપનાવશે જે ઈસ્લામની પ્રવિત્ર પુસ્તકો સળગાવી રહ્યાં છે.
ઓઆઈસીના મહાસચિવ હુસૈન ઈબ્રાહિમ તાહાએ કહ્યું છે કે કુરાન શરીફને સળગાવવી માત્ર એક સામાન્ય ઈસ્લામોફોબિયાની ઘટના નથી. તે ઉપરાંત તેમને વિશ્વભરના દેશોને અપીલ કરી છે કે તેઓ આંતરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે જે સાફ-સાફ કહે છે કે ધાર્મિક નફરતની કોઈપણ ભલામણ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે.
આ પણ વાંચો- કેમ આજકાલ બાળકોમાં વધી રહ્યાં છે હાર્ટ એટેકના કિસ્સાઓ, દરેક માતા-પિતાએ જાણવું જોઈએ