ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હૈદરાબાદમાં સર્જાયો ‘તથ્યકાંડ’, એકનું મૃત્યુ-ત્રણ ઘાયલ

Text To Speech
  • LB નગર વિસ્તારમાં BMWએ બીજી કારને ટક્કર મારતાં 1 આધેડનું ઘટનાસ્થળે મૃત્યુ
  • ઘાયલ થયેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

હૈદરાબાદ, 18 ડિસેમ્બર : ગુજરાતના અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા અકસ્માત જેવો જ વધુ એક અકસ્માત બન્યો છે. હૈદરાબાદના LB નગરમાં શનિવારે રાત્રે પાછળથી એક વેગનઆર કાર સાથે ઝડપભેર ચાલતી BMW કાર અથડાતાં એક 45 વર્ષીય આધેડનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા પીડિતની ઓળખ બોદ્દુપલ્લી મહેશ તરીકે કરવામાં આવી છે. અકસ્માતને પગલે તે વિસ્તારના રહેવાસીઓ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને ઓસ્માનિયા હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી હતી.

BMW કારમાં બેઠેલા લોકો સુરક્ષિત

અકસ્માતમાં સામેલ BMW કે જે નંબર AP 27 BP 3333 ધરાવે છે, તે અન્ય વાહન સાથે અથડાતા પહેલા એક નંદન નામના વ્યક્તિ દ્વારા ખતરનાક રીતે પુરપાટ ઝડપે ચલાવવામાં આવી રહી હતી. આ BMW કારમાં બેઠેલા લોકોનો બચાવ થઈ ગયો કારણ કે આ લક્ઝરી કારમાં રક્ષણાત્મક એરબેગ્સ ગોઠવવામાં આવ્યા હતા.

45 વર્ષીય આધેડનું BMWની ઝડપે આવતાં મૃત્યુ

પૂરપાટ ઝડપે આવી રહેલી BMW કારની અડફેટે આવતાં મલ્લેશ નામના 45 વર્ષીય આધેડનું મૃત્યુ થયું છે. આ મલ્લેશ નામના વ્યક્તિ વ્યવસાયે ઈલેક્ટ્રીશિયન હતા. જે ચિંતલકુંટાથી વનસ્થલીપુરમ જઈ રહ્યા હતા. પરંતુ તેમનું ચિંતલકુંટાના એલબી નગરમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે અથડાયા બાદ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

TOIના અહેવાલ મુજબ, આ દુ:ખદ અકસ્માત શનિવારે સાંજે થયો હતો. આ અકસ્માત લગભગ સાંજે 6:45 વાગ્યે થયો જ્યારે મૃતક મલ્લેશ અને અન્ય ત્રણ લોકો એક વેગેનઆરમાં ચિત્યાલ, નાલગોંડાથી શહેરમાં જઈ રહ્યા હતા. પરંતુ ચિંતલકુંટા પહોંચ્યા બાદ , વેગેનઆર ડ્રાઇવરે મલ્લેશને નીચે ઉતરવા માટે રસ્તાની ડાબી બાજુએ કાર પાર્ક કરી. એલબી નગરના સબ-ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, દુર્ભાગ્યે તે આધેડ કારમાંથી બહાર નીકળ્યા ત્યારે પાછળથી એક ઝડપી BMW આવી aને જીવલેણ અથડામણ થઈ.

આ પણ જુઓ :કેરળમાં કોરોનાનો હાહાકાર, કર્ણાટકમાં પણ એલર્ટ જાહેર

Back to top button