ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, ‘અગ્નિવીરોનુ ભવિષ્ય શું હશે?’

Text To Speech

દેશમાં હાલમાં હજી અગ્નિપથ યોજના અંગે ઉમેદવારોનો ગુસ્સો શાંત થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત અગ્નિપથ યોજનાને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની પ્રયોગશાળાના નવા પ્રયોગથી દેશની સુરક્ષા અને યુવાનોના ભવિષ્ય બંને જોખમમાં છે.

રવિવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી, 60,000 સૈનિક દર વર્ષે રિટાયર થાય છે. તેમાંથી માત્ર 3000ને સરકારી નોકરી મળી રહી છે. ચાર વર્ષ બાદ હજારોની સંખ્યામાં રિટાયર થનારા અગ્નિવીરોનુ ભવિષ્ય શુ હશે? વડાપ્રધાનની પ્રયોગશાળાના આ નવા પ્રયોગથી દેશની સુરક્ષા અને યુવાનોનુ ભવિષ્ય બંને જોખમમાં છે.

અગ્નિપથ યોજના સામે વિરોધ-પ્રદર્શન

થોડાં સમય પહેલાં જ કેન્દ્ર સરકારે જૂન મહિનામાં સૈન્ય ભરતી માટે અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી, જેના વિરુદ્ધ સમગ્ર દેશમાં લગભગ એક અઠવાડિયા સુધી ભરતીની તૈયારી કરતા યુવાનોએ હોબાળો મચાવ્યો હતો. જેને ઘણી સમજણો અને કેન્દ્ર સરકાર બાદ ભારતીય સૈન્યની જાણકારી બાદ શાંત થયો છે.

આ પણ વાંચો : સંસદીય સમિતિમાંથી વિપક્ષનું વૉકઆઉટ, જાણો- શું છે સમગ્ર મામલો ?

જેમાં પણ યુવાનોને બિહાર, ઉત્તર પ્રદેશથી લઈને ઉત્તરાખંડ, રાજસ્થાન સુધીમાં હિંસકરીતે વિરોધ પ્રદર્શન કર્યુ. બિહાર અને ઉત્તર પ્રદેશમાં કેટલીક ટ્રેનમાં આગચંપી કરાઈ હતી. યુવાનોએ રસ્તાઓ, જાહેર અને પ્રાઈવેટ ગાડીઓમાં તોડફોડ કરી. પ્રદર્શનકારી યુવાનોની માગ હતી કે સરકાર આ યોજનાને પરત ખેંચે.

Back to top button