ઉત્તર ગુજરાતએજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગ

અરવલ્લી જિલ્લા સેવાસદનમાં વાત્સલ્ય રૂમ અને લાઇબ્રેરી ખુલ્લી મુકાઇ

  • અધિક મુખ્ય સચિવ જયંતિ રવિના હસ્તે વાત્સલ્ય રૂમ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અરવલ્લી, 19 ઓકટોબર, ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને સંયુક્ત સચિવ રીનીશ ભટ્ટ આજે અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમના હસ્તે આજે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે વાત્સલ્ય રૂમ અને લાઇબ્રેરી કમ ડેટારૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે જ અધિક મુખ્ય સચિવ જયંતિ રવી જિલ્લામાં ચાલી રહેલી મહેસૂલી વિભાગની તાલીમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી જિલ્લા સેવાસદનના કાર્યરત મહિલાઓ અને નાના બાળકો ધરાવતી કર્મયોગી માતાઓના ઓફિસના કામના કલાકોમાં પડતી મુશ્કેલીઓને હળવી કરવા માટે અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકના પ્રેરક માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવા સદન ખાતે વાત્સલ્ય રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ રૂમમાં બાળકો માટે ઘોડિયા, રમકડાં, આરામદાયક સોફા, બાળકો માટે આકર્ષક દીવાલો સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ વાત્સલ્ય રૂમ જિલ્લા સેવા સદનમાં કામ કરતા મહિલા અધિકારીઓ અને કર્મચારીઓને ઉપયોગી થઇ રહેશે.

અરવલ્લી જિલ્લાના વાંચનપ્રેમી અધિકારીઓ અને કર્મચારીઓ માટે જિલ્લા સેવાસદન ખાતે લાઇબ્રેરી કમ ડેટા રૂમનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ લાઇબ્રેરી આગામી સમયમાં ડેટા સંકલિત કરવામાં અને જ્ઞાન મેળવવા માટે અધિકારી – કર્મચારીઓને મદદરૂપ થશે. આ લાયબ્રેરીમાં જિલ્લાની ઓળખ સંબંધી પુસ્તકો, મહેસૂલને લગતી માહિતી ધરાવતા પુસ્તકો, કાયદાકીય માહિતી ધરાવતા પુસ્તકો, સરકારી યોજનાકીય માહીતી સહિતના જ્ઞાનસભર પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાઇબ્રેરી જિલ્લા કક્ષાના મહેસૂલી લર્નિંગ રિસોર્સ સેન્ટર તરીકે કાર્ય કરશે.

આ તાલીમમાં હાજર તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરી મહેસૂલી પ્રક્રિયામાં મદદરૂપ તાલીમને વધુ ગુણવત્તાસભર બનાવવા અંગે સૂચન પણ મેળવ્યા હતા. આ ઉપરાંત તેમને જિલ્લા સેવા સદન ખાતે આવેલા રેકોર્ડ રુમ, સ્કેનિંગ રૂમની પણ મુલાકાત કરી હતી. જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયાએ અધિક મુખ્ય સચિવશ્રીને જિલ્લામાં ચાલી રહેલી વિવિધ કામગીરીથી માહિતગાર કર્યા હતા. નિવાસી અધિક કલેકટર જશવંત જેગોડાએ જિલ્લાના પ્રેરણાદાયી પ્રોજેક્ટ અને કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી તેમને માહિતગાર કર્યા હતા. આ ચર્ચા દરમિયાન જિલ્લામાં કામગીરી વધુ ગુણવત્તાસભર બનાવવા માટે અધિક મુખ્ય સચિવએ સૂચન કરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

અધિક મુખ્ય સચિવના હસ્તે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા. આ ઉપરાંત મહેસૂલી તાલીમમાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા.  અધિક મુખ્ય સચિવ જયંતિ રવીની મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર જશવંત જેગોડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા, પ્રાંત અધિકારીઓ, નાયબ કલેકટરઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદારઓ સહિતના મહેસૂલી અધિકારીઓ ઉપરાંત જિલ્લા સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..ધોલેરાઃ દેશના આ ભાવિ સ્માર્ટ સિટીની ખૂબીઓ તમને ચકિત કરી દેશે, જાણો

Back to top button