ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઇઝેશન’ કોન્ફરન્સનો શુભારંભ, સુરતને બેસ્ટ સિટીનો એવોર્ડ મળ્યો

Text To Speech

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્માર્ટ સિટીઝ મિશનને જન આંદોલનમાં ફેરવવા હાકલ કરી છે. આ ઉપરાંત સ્માર્ટ સિટીઝ મિશનમાં 90 હજાર કરોડથી વધુ મૂલ્યના લગભગ 100 ટકા સરકાર દ્વારા ભંડોળ કરાયેલા પ્રોજેક્ટ્સમાં કામ શરૂ થઈ ગયું છે. અર્બન આઉટકમ્સ ફ્રેમવર્ક 2022, મંત્રાલયના સંકલિત ડેટા પોર્ટલ- AMPLIFI અને સ્માર્ટ સિટીઝ મિશન માટે આઉટપુટ આઉટકમ ડેશબોર્ડ સહિત અનેક પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે.

3 દિવસીય ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઇઝેશન’ કોન્ફરન્સનો આજે સુરતમાં ભવ્ય પ્રારંભ થયો હતો. સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (એકેએએમ)નાં બુલંદ આહ્વાન હેઠળ આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) સુરત સ્માર્ટ સિટી કોર્પોરેશન ડેવલપમેન્ટ લિ. સાથે કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી મુખ્ય અતિથિ હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીડિયો સંદેશ દ્વારા સભાને સંબોધી હતી. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રી વિનોદ મોરાડિયા, આંધ્ર પ્રદેશના શિક્ષણ મંત્રી ડૉ. ઓડીમુલાપુ સુરેશ, સાંસદ સી.આર. પાટીલ, અને સુરતનાં મેયર હેમાલી કલ્પેશકુમાર બોઘાવાલાએ ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો હતો

કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી તમામ મહત્વના શહેરી હિતધારકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં અન્યોની સાથે, સચિવ, MoHUA મનોજ જોષી, રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, શહેરોના મ્યુનિસિપલ કમિશનરો, 100 સ્માર્ટ સિટીના MD/CEO, રાજ્ય સ્તરીય નોડલ એજન્સીઓ સહિત મિશન ડિરેક્ટોરેટ, વ્યાવસાયિકો, ઉદ્યોગના પ્રતિનિધિઓ, મીડિયા અને એકેડેમિયાના સભ્યોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 100 સ્માર્ટ સિટીઝમાં અમલમાં મૂકાઈ રહેલી કેટલીક મહત્વપૂર્ણ પહેલ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ઉદ્ઘાટન દરમિયાન એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ (ISAC) 2020ના એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારોની જાહેરાત અગાઉ 2021માં વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. જો કે, તે સમયે પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિને કારણે એવોર્ડ વિતરણ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. સુરત અને ઈન્દોરને બેસ્ટ સિટીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે ઉત્તર પ્રદેશને બેસ્ટ સ્ટેટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

કેટેગરીઓમાં એવોર્ડ એનાયત

 • ગર્વનન્સ પ્રોજેક્ટ પ્રથમ ક્રમે વડોદરા, બીજા ક્રમે થાણે, ત્રીજા ક્રમે ભુવનેશ્વર
 • સ્થાયી આવાસોના વિકાસ માટેની કેટેગરીમાં પ્રથમ ક્રમે છપ્પન દુકાન માટે ઈન્દોર, બીજા ક્રમે સુરત શહેરને કેનાલ કોરીડોર માટે તથા માઈક્રો કોમ્યુનિકેશન માટે ઈરોડ શહેર (તામિલનાડુ)ને ત્રીજા ક્રમે એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
 • સોશિયલ આસ્પેકટ માટે પ્રથમ ક્રમે તિરૂપતિ(હેલ્થ બેંચમાર્ક ઓફ મ્યુનિ.સ્કુલ), બીજા ક્રમે ભુવનેશ્વર (સોશ્યલી સ્માર્ટ ભુવનેશ્વર), ત્રીજા ક્રમે તુમાકુરૂ (ડિજીટલ લાઈબ્રેરી સોલ્યુશન)ને એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
 • કલ્ચર કેટેગરીમાં પ્રથમ ક્રમે ઈન્દોર, બીજા ક્રમે ચંદીગઢ, ત્રીજા ક્રમે ગ્વાલિયર
 • ઈકોનોમી કેટેગરી માટે પ્રથમ ક્રમે કાર્બન ક્રેડીટ માટે ઈન્દોર, બીજા ક્રમે તિરૂપતી તથા આગ્રાને ત્રીજા ક્રમે એવોર્ડ મળ્યો હતો.
 • અર્બન એન્વાયર્નમેન્ટ માટે ક્લીન એનર્જી માટે ભોપાલ પ્રથમ ક્રમે, રિસ્ટોરેશન ઓફ વોટર બોડીઝ માટે ચેન્નઈને બીજો ક્રમ તથા રિન્યુએબલ એનર્જી કન્ઝર્વેશન માટે તિરૂપતીને ત્રીજા ક્રમનો એવોર્ડ મળ્યો હતો.
 • અર્બન મોબિલીટી માટે પ્રથમ ઔરંગાબાદ(માઝી સ્માર્ટ બસ), બીજા ક્રમે સુરત (ડાયનામિક શિડ્યુલિંગ ઓફ બસીસ) અને ત્રીજા ક્રમે અમદાવાદ (ઓટોમેટેડ પાર્કિંગ સિસ્ટમ)
 • વોટર માટે દહેરાદુન (સ્માર્ટ વોટર સર્વિસ) માટે પ્રથમ ક્રમ, વારાણસી (ઈકો રિસ્ટોરેશન ઓફ અસ્સી રિવર) ને બીજો તથા સુરત (ઈન્ટીગ્રૅટેડ એન્ડ સસ્ટેનેબલ વોટર સપ્લાય સિસ્ટમ)ને ત્રીજો ક્રમે એવોર્ડ મળ્યો હતો.
 • સેનિટાઈઝેશન માટે તિરૂપતીને પ્રથમ, ઈન્દોરને બીજો તથા સુરતને ત્રીજા ક્રમે એવોર્ડ મળ્યો હતો.
 • ICCC- ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે અગરતલાને એવોર્ડ મળ્યો હતો.
 • સ્માર્ટ સિટી લીડરશીપ એવોર્ડ તરીકે ઓર્ડિનરી માટે પ્રથમ ક્રમે અમદાવાદ, બીજા ક્રમે વારાણસી તથા રાંચીને ત્રીજા ક્રમે પસંદગી થઈ હતી.
 • કોવિડ ઈનોવેશન એવોર્ડ માટે સંયુકત રીતે ટવીન સિટી એવા કલ્યાણ-ડોમ્બીવલીને તથા વારાણસીને મળ્યો હતો.
 • ઈનોવેટીવ આઈડીયા એવોર્ડ ઈન્દોરને કાર્બન ક્રેડીટ ફાયનાન્સિંગ મિકેનિઝમ માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
 • ઓવર ઓલ સિટી એવોર્ડ તરીકે સમગ્ર ભારતમાં સુરત અને ઈન્દોરની પસંદગી કરવામાં આવી હતી.
 • સ્ટેટ/યુનિયન ટેરિટરી એવોર્ડ તરીકે ચંદીગઢને એવોર્ડ
 • સ્ટેટ એવોર્ડ તરીકે પ્રથમ ક્રમે ઉત્તરપ્રદેશ, બીજા ક્રમે મધ્યપ્રદેશ તથા તામિલનાડુને ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો હતો.
Back to top button