બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે NICU ઓન વ્હીલ્સનું લોકાર્પણ
પાલનપુર,15 માર્ચ 2024, સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે એ માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલનું ખાતર્મુહત કરવામાં આવ્યું હતું. જ્યારે આજે UGVCLના CSR ફંડમાંથી થરાદ સરકારી હોસ્પિટલ ને સાઈઠ લાખના ખર્ચે તૈયાર થયેલ NICU ઓન વ્હીલ્સની નવી ભેટ મળી છે. જેનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે લોકર્પણ કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા આરોગ્ય વિભાગને સુવિધા આપવામાં આવી
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બાળ મૃત્યુ દર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના તાજા જન્મેલા બાળકને આઈ.સી.યુની જરૂર પડતી હોય છે. બીજી હોસ્પિટલમાં બાળકોને જ્યારે રીફર કરવાના હોય ત્યારે નાના બાળકો માટેનું આઈ.સી.યુ. ઓન વહીલ્સએ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. યુ.જી.વી સી.એલના સી.એસ.આર ફંડમાંથી સાઈઠ લાખના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગને આ સુવિધા આપવામાં આવી છે.જે બદલ રાજ્ય સરકાર,મુખ્યમંત્રી, યુ.જી.વી.સી.એલ અને આરોગ્ય વિભાગનો હું આભાર વ્યક્ત કરું છું આ સુવિધા સરહદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બની રહેશે.
આ પણ વાંચોઃજુના ડીસામાં ઉછીના પૈસા ના આપતા સંબંધીઓનો માસી અને ભાણી પર જીવલેણ હુમલો