ટોપ ન્યૂઝનેશનલ

આવતીકાલે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન,પોલીસ એલર્ટ મોડ પર, દિલ્હીની તમામ સરહદો રહેશે સીલ

Text To Speech

PM મોદી આવતીકાલે એટલે કે 28મી મેના રોજ રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. ત્યારે નવા સંસદભવનના ઉદ્ઘાટન પર વિરોધ પક્ષોના વિરોધને કારણે દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ઉદઘાટન કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટની જેમ જ રહેશે. 28મી મેની સવારથી દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવશે. આવશ્યક વાહન સિવાય કોઈપણ વાહનને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર

દિલ્હી પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે કાર્યક્રમની સુરક્ષા માટે એક ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. પોલીસ ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે નિયમિત બેઠકો કરી રહી છે. પોલીસે ગૃહ મંત્રાલય પાસેથી અર્ધલશ્કરી દળની વધુ કંપનીઓની માંગ કરી છે. તમામ પડોશી રાજ્યોને દિલ્હીની સરહદો પહેલા વાહનો રોકવા માટે કહેવામાં આવ્યું છે, જેથી ટ્રાફિક જામ જેવી કોઈ સમસ્યા ન થાય. આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા લોકોને સુરક્ષા વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવશે.

દિલ્હી પોલીસ-humdekhengenews

ટ્રાફિક પોલીસે જાહેર કરી એડવાઈઝરી

નવા સંસદભવનના ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.ટ્રાફિક એડવાઈઝરી મુજબ નવી દિલ્હી જિલ્લાને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને નવી દિલ્હી વિસ્તારમાં ફક્ત જાહેર પરિવહન વાહનો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના પરીક્ષાર્થીઓ, વિસ્તારના રહેવાસીઓ, લેબલવાળા વાહનો અને ઇમરજન્સી વાહનોને જ જવા દેવામાં આવશે. ઘણા VVIP અને અન્ય મહાનુભાવો ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને, દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરવા અને નવી દિલ્હી જિલ્લામાં 28 મેના રોજ સવારે 5:30 થી બપોરના 3:00 વાગ્યા સુધી રાહ જોવા જણાવ્યું છે.

આ પણ વાંચો : જૂનાગઢ : માણાવદરના ડેમમાંથી મળ્યો સરકારી દવાઓનો જથ્થો, ઉપયોગમાં લીધા વગર દવા કેમ ફેંકાઈ ? 

Back to top button