અમદાવાદગુજરાત

મુખ્યમંત્રીના હસ્તે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો પ્રારંભ

અમદાવાદ, 9 માર્ચ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓને ચાર વર્ષમાં કુલ રૂ. ૫૦,૦૦૦ આર્થિક સહાય આપવાની ‘નમો લક્ષ્મી’ યોજના તથા ધોરણ ૧૧-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂ. ૨૫,૦૦૦ આર્થિક સહાય આપવાની ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ અમદાવાદની જ્ઞાનદા હાઇસ્કુલથી તેનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતની નારીશક્તિ અને યુવાશક્તિને જ્ઞાનવર્ધન માટે, માધ્યમિક શિક્ષણ મેળવવા સાથે પોષણ દ્વારા સશક્ત કરવાનો અવસર આ બે યોજનાઓના લોન્ચિંગથી આવ્યો છે.

શિક્ષણ અને પોષણ બંનેની સહાય આ યોજનાથી મળશે
ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી યોજના’ની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ધોરણ 9 થી 12 માં ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યાઓ પ્રવેશ મેળવે, તેમને પોષણ મળે તે માટે આ યોજનાની શરૂઆત કરી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ સુધીનો અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ધોરણ ૯ અને ૧૦માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૫૦૦-૫૦૦ પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા ૧૦ હજાર ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. ધોરણ ૧૧ અને ૧૨માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૭૫૦-૭૫૦ પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા ૧૫ હજાર ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.

યોજનાનો લાભ કેવી રીતે મળશે
નમો સરસ્વતી વિદ્યા અને સાધના યોજના અંગે કહ્યું કે, રાજ્યના દીકરા દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રોત્સાહિત થાય સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તેવો હેતુ આ યોજના શરૂ કરવા પાછળ છે. આ યોજનામાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સમાં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા ૧૦૦૦ પ્રતિ વર્ષ, એમ કુલ રૂપીયા ૨૦ હજાર મળશે, બાકીના રૂપીયા પાંચ હજાર ધોરણ ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. ધોરણ ૯, ૧૦માં અને સાયન્સ, કોમર્સ, આર્ટ્સના ધો. ૧૧, ૧૨માં અભ્યાસ કરતી દિકરીઓને ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ મળશે. તેમજ ધો. ૧૨,૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ મળશે. ધોરણ ૧૧-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના આ યોજનાનો લાભ મળશે.

આ પણ વાંચોઃરાજકારણથી દૂર રહી એક નાગરિક તરીકે જવાબદારીઓનું પાલન કરો: હર્ષ સંઘવી

Back to top button