KD હોસ્પિટલ અમદાવાદ દ્વારા ફેફસાને લગતા રોગ અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો શુભારંભ
વિશ્વભરમાં શ્વાસના રોગો સામાન્ય છે આ રોગો વારંવાર થાય છે પણ બિન સંક્રમણક્ષમ છે, કમનસીબે આ રોગો પર અન્ય રોગ જેવા કે હૃદય, કેન્સર વગેરેના પ્રમાણમાં ઓછું ધ્યાન અપાય છે. પરંતુ ભારતમાં શ્વાસના રોગોનું પ્રમાણ વધતા હવે મહત્વપૂર્ણ પગલાં લેવા જરૂરી બન્યા છે. કેમ કે પલ્મોનરી મેડીસીનના ક્ષેત્રે ઉત્કૃષ્ટતા કેન્દ્રની તાતી જરૂરિયાત છે અમદાવાદની કુસુમ ધીરજલાલ (કેડી) હોસ્પિટલમાં ફેફસાના અંતિમ તબક્કાના રોગની સારવાર માટે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ શરુ કરી રહ્યું છે.
તાજેતરમાં 17 ઓગસ્ટના આ પ્રોગ્રામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રખ્યાત હૃદય અને ફેફસાના રોગોના નિષ્ણાતો હાજર રહ્યા હતા. કેડી હોસ્પિટલના વરિષ્ઠ કન્સલ્ટન્ટ ઇન્ટરવેનશનલ પલ્મોનોલોજીસ્ટ તથા ફેફસા ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડો. મુકેશ પટેલે કહ્યું કે, અંતિમ તબક્કામાં ફેફસાના રોગો માટે ફેફસા ટ્રાન્સપ્લાન્ટ એક ચોક્કસ સારવાર વિકલ્પ છે. દર્દીઓને લાબું અને સ્વસ્થ જીવન જીવવા માટે આધુનિક ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્ર સ્થાપિત કરવાનું મહત્વપૂર્ણ છે. ભારતમાં શ્વાસના રોગોનું પ્રમાણ વધતું જાય છે તેના માટે આપણે બધાએ ભેગા મળીને પ્રયાસ કરવા પડશે.
ડો. હરજીત ડુમરા, કેડી હોસ્પિટલના વરિષ્ઠ કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેરના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં અંતિમ તબક્કાના શ્વાસના રોગો દર્દીઓ માટે બહુ મુશ્કેલ છે.
ડો. સંદીપ અટ્ટાવાર, ચેર અને ડાયરેક્ટર થોરાસિક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને આસીસ્ટન્ટ ડિવાઇસ, KIMS ઇન્સ્ટિટ્યૂટ ફોર હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાટેશને જણાવ્યું કે, પરિવારના સભ્યો અને તબીબો માટે ઘણા દર્દીઓ પથારીવસ થઇ જાય છે, ઓક્સિજન લેવું પડે છે અને જીવન સાથે સમાધાન કરીને જીવવું પડતું હોય છે. આવી સ્થિતિમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ જ ચોક્કસ પુરવાર થયેલ થેરાપી છે.
કેડી હોસ્પિટલના મેનેજીંગ ડાયરેક્ટર ડો. અદિત દેસાઈના જણાવ્યા મુજબ, કેડી હોસ્પિટલ માં અંતિમ તબક્કાના ફેફસાના રોગના ક્લિનિકમાં લાંબા સમયથી ફેફસાના રોગથી પીડાતા દર્દીઓને સૌથી અદ્યતન, વ્યાપક સારવાર અને આવા રોગો માટે પોસાય તેવા ભાવે નિષ્ણાતો દ્વારા સારવાર આપીશું. કેડી હોસ્પિટલ અને KIMS હોસ્પિટલ, હૈદરાબાદ ગુજરાતનું સૌથી આધુનિક ફેફસા ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સ્થાપિત કરવા સાથે જોડાણ કર્યું છે.
કેડી હોસ્પિટલ રાજ્યની સૌથી અનુભવી પલ્મોનોલોજી ટીમ અને દેશની સૌથી અનુભવી ફેફસાની ટ્રાન્સપ્લાન્ટ ટીમ, સમાજના બધા સ્તરના લોકોને પોષાય તેવા ભાવે શ્રેષ્ઠ પલ્મોનોરી સારવાર આપવાનો ધ્યેય રાખે છે. કેડી હોસ્પિટલ 6 એકર કેમ્પસમાં પથરાયેલ છે જેમાં 300 + બેડ અને એક જ જગ્યાએ 45 સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ છે, મલ્ટીસ્પેશિયાલીટી અભિગમ થી જટિલ કેસમાં અસરકારક સારવાર અપાશે, જેથી દર્દીને વ્યાપક સારવારની ખાતરી થશે.