ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત રાજ્યની પ્રથમ નર્સિંગ સિમ્યુલેશન લેબનો પ્રારંભ, ટેક્નોલોજી સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન મળશે

Text To Speech
  • એઆર અને વીઆર ટેક્નોલોજી સાથે શિક્ષણ અપાશે
  • નર્સિંગ શિક્ષણમાં સિમ્યુલેશન તાલીમ વધુને વધુ આવશ્યક બની ગઈ
  • લેબમાં AR ઝોન ઇન્ટરેક્ટિવ માનવ શરીર રચનાની તાલીમ આપશે

ગુજરાત રાજ્યની પ્રથમ નર્સિંગ સિમ્યુલેશન લેબનો કે.ડી.હોસ્પિટલ દ્વારા પ્રારંભ કરાયો છે. જેમાં ટેક્નોલોજી સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન મળશે. એઆર અને વીઆર ટેક્નોલોજી સાથે શિક્ષણ અપાશે. વિદ્યાર્થી દર્દીઓને જોખમમાં મુક્યા વિના આવશ્યક કુશળતા મેળવી શકશે. હવે તબીબી અને નર્સિંગ શિક્ષણમાં સિમ્યુલેશન તાલીમ વધુને વધુ આવશ્યક બની ગઈ છે.

નર્સિંગ શિક્ષણમાં સિમ્યુલેશન તાલીમ વધુને વધુ આવશ્યક બની ગઈ

કે.ડી. હોસ્પિટલે KD-SAIL (KD સિમ્યુલેશન એકેડેમી ફેર ઇમર્સિવ લર્નિંગ), ગુજરાતની પ્રથમ અદ્યતન નર્સિંગ સિમ્યુલેશન લેબનું અનાવરણ કર્યું છે. જેમાં ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલ સૈદ્ધાંતિક જ્ઞાન અને વાસ્તવિક-વિશ્વ એપ્લિકેશન વચ્ચેના અંતરને દૂર કરવા માટે ઇમર્સિવ, જોખમ-મુક્ત તાલીમ વાતાવરણ પ્રદાન કરીને નર્સિંગ શિક્ષણમાં ક્રાંતિ લાવશે. હવે તબીબી અને નર્સિંગ શિક્ષણમાં સિમ્યુલેશન તાલીમ વધુને વધુ આવશ્યક બની ગઈ છે.

લેબમાં AR ઝોન ઇન્ટરેક્ટિવ માનવ શરીર રચનાની તાલીમ આપશે

KD-SAIL ની સિમ્યુલેશન લેબ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ મેળવવા, ભૂલોમાંથી શીખવા અને દર્દીઓને જોખમમાં મૂક્યા વિના આવશ્યક કુશળતા પ્રદાન કરી સક્ષમ બનાવે છે. લેબમાં AR ઝોન ઇન્ટરેક્ટિવ માનવ શરીર રચનાની તાલીમ આપશે અને વિદ્યાર્થીઓને માનવ શરીરની જટિલતાઓની ઊંડી સમજ પૂરી પાડશે. VR ઝોન વિદ્યાર્થીઓને ઇમર્સિવ વાતાવરણમાં ક્લિનિકલ પ્રેક્ટિસ કરવા અને વાસ્તવિક-વિશ્વ આરોગ્યસંભાળ વાતાવરણના પડકારોની ટ્રેનિંગ આપી સક્ષમ બનાવશે. સિમ્યુલેશન લેબના ઉદઘાટન કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. રાઘવેન્દ્ર દીક્ષિત, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ડૉ.એમ.એમ.પ્રભાકર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞા ડાભી, KD હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.અદિત દેસાઈ, હોસ્પિટલના એક્ઝિ. ડિરેક્ટર ડૉ.અનુજા દેસાઈ અને સીઓઓ ડૉ.પાર્થ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button