ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકનો પ્રારંભ

Text To Speech

G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકનો આજથી પ્રારંભ થશે. જેમાં ધોરડોના સફેદ રણમાં 7થી 9 ફેબ્રુઆરીની બેઠકમાં 100થી વધુ પ્રતિનિધિની હાજરી આપશે. તથા પર્યટન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને આતિથ્ય ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણને આકર્ષવાનો હેતુ છે. જેમાં ગુજરાત સરકારના પર્યટન સચિવ હરિત શુક્લા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત: સચિવાલયની ગલીઓમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અંદરની વાત બહાર આવી

પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠકનો પ્રારંભ

કચ્છના ધોરડો સ્થિત સફેદ રણમાં આજ તા.7થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠકનો પ્રારંભ થશે. પર્યટન મંત્રાલય દ્વારા આયોજિત બેઠકમાં સભ્ય દેશના 100થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે તેવું પર્યટન મંત્રાલયના સચિવ અરવિંદ સિંઘે જણાવ્યું હતું.

પુરાતત્ત્વીય પર્યટનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત

બેઠકમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી, પર્યટન, સંસ્કૃતિ અને DONER મંત્રાલયના મંત્રી જી. કિશન રેડ્ડી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, G- 20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સહિત સહભાગી બની ઉપસ્થિત રહેશે. પર્યટન સચિવે એમ પણ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ પર્યટન અને પુરાતત્ત્વીય પર્યટનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સાઇટ ઇવેન્ટ પણ ધ્યાન ખેંચશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ હાજરી આપશે

આ તકે, પર્યટન મંત્રાલયના સચિવ સાથે ગુજરાત સરકારના પર્યટન સચિવ હરિત શુક્લા અને વિદેશ મંત્રાલયના DDG, ICCR અભય કુમાર ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર અને બુધવારના બે દિવસ ધોરડોના સફેદ રણ ખાતે યોજાનારી જી-20ની પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકમાં સહભાગી થવાના છે.

Back to top button