પાલનપુર રોટરી કલબ ખાતે ‘ભાતીગળ પુસ્તક મેળા’ નો શુભારંભ
- 25 ઉપરાંત પ્રકાશનોના ઉત્તમ પુસ્તકો એક જ સ્થળ ૪૦% ના વળતરથી ખરીદી શકાશે
પાલનપુર 25 જાન્યુઆરી 2024: શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટ્યુટ – માંડવી(કચ્છ), સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ – પાલનપુર, યુવા જાગૃતિ અભિયાન-પાલનપુર, લોકનિકેતન પરિવાર-રતનપુર, બનાસકાઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ – પાલનપુર અને તથાગત એકેડમી – પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તા. 25 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી સુધી ચાલનાર ‘ભાતીગળ પુસ્તક મેળા’ નું રોટરી ક્લબ, લક્ષ્મણ ટેકરી – પાલનપુર ખાતે શુભારંભ થયો છે. જેમાં આજે પાલનપુરની પુસ્તકપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુસ્તકોની ખરીદી કરી હતી.
જેમાં અલગ અલગ ૨૫ ઉપરાંત પ્રકાશનોના ઉત્તમ પુસ્તકો એક જ સ્થળે એ પણ ૪૦% ના વળતર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમના શુભારંભ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. માર્તંડ હાથી, ડૉ. પ્રવિણ પટેલ, ડૉ. જગદીશ બારોટ(કેનેડા), પ્રો. એ. ટી. સિંધી, ડૉ. દિનેશ ધાનાણી(શિકાગો), એસ. બી. ઠાકોર, ડો. અશ્વિનકુમાર કારીઆ અને ગોરધનભાઈએ હાજરી આપી પુસ્તક મેળાને અનુલક્ષીને પ્રોત્સાહન પુરુ પાડયું હતું. 28 જાન્યુઆરી સુધી ચાલનારા આ ભાતીગળ પુસ્તક મેળા નો લાભ લેવા પુસ્તપ્રેમીઓને આયોજકો દ્વારા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો : પ્રોજેક્ટ વીર ગાથા 3.0ના ‘સુપર-100’ વિજેતાઓનું સન્માન કરાયું