કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં વધુ એક નવા એસટી બસ સ્ટેશનનું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Text To Speech
  • 12મી જુલાઈએ ભાવનગર રોડ ઉપર બનેલું 10 પ્લેટફોર્મનું સ્ટેશન ખુલ્લું મુકાશે
  • ભાવનગર, અમરેલી, બોટાદ જવા માટે રાજકોટમાં નવુ બસ સ્ટેન્ડ ઉપલબ્ધ થશે
  • કેન્ટીન, વિકલાંગ માટે તેમજ મુસાફરો વ્યવસ્થિત બેસી શકે તે બાબતની સુવિધા
  • દરરોજ 100થી 125 બસ નવા બસ સ્ટેન્ડ ઉપરથી પસાર થશે

રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર 10 પ્લેટફોર્મ સાથેનું નવું વિશાળ બસ સ્ટેન્ડ રાજ્યના એસટી નિગમ દ્વારા ઉભુ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી ભાવનગર રોડ ઉપર અમુક સર્કલ નજીક તૈયાર થઇ ગયેલા એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણ માટેનું મુહૂર્ત આખરે આવી ગયુ છે. તા.12 જુલાઇના રોજ બુધવારે ભાવનગર રોડ ઉપરના એસટી બસ સ્ટેન્ડનું રાજ્યના ગૃહ વિભાગ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાશે.

નવા બસ સ્ટેન્ડ ઉપર ક્યાં જવા માટેની બસ ઉભી રહેશે

રાજકોટ એસટી ડિવિઝન કંટ્રોલર કલોતરાએ જણાવ્યું હતુ કે, રાજકોટ એસટી પોર્ટ ઉપરથી ભાવનગર, બોટાદ, અમરેલી તરફની જે બસ ઉપડે છે તે આગામી તા. 12 જુલાઇ બાદ ભાવનગર રોડ ઉપર અમુલ સર્કલ પાસે ઉભા કરવામાં આવેલા નવા બસ સ્ટેન્ડ ઉપર ઉભી રહેશે જો કે, એસટી પોર્ટ ઉપર કોઇ મુસાફર ભાવનગર રોડ, આજીડેમ, સોરઠિયાવાડી સર્કલથી આવી શકે તેમ ન હોય તેવા એસટી પોર્ટના અંતરિયાળ વિસ્તારોના મુસાફરો માટે ભાવનગર રોડ ઉપર નવુ બસ સ્ટેન્ડ નજીક પડશે. 10 પ્લેટફોર્મ, ત્રણ એસટી કાર્યકારી, રિઝર્વેશન કાઉન્ટર, વિદ્યાર્થીઓના પાસ સહિતની સુવિધા કરવામાં આવી છે. દરરોજની 125 બસ ભાવનગર રોડના નવા બસ સ્ટેન્ડ ઉપર થઇને જશે.

અગાઉ રાજકોટને મળી ચૂક્યું છે આધુનિક બસપોર્ટ

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આ તૈયાર થનારું બીજું બસ સ્ટેશન છે. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દરમિયાન રાજકોટને આધુનિક અને વિશાળ બસ સ્ટેશનની ભેટ મળી હતી. જો કે દિવસે દિવસે ટ્રાફિક વધતો જતો હોય અને બસ રૂટમાં પણ વધારો થતો હોય આ બસપોર્ટ પણ ટૂંકું પડતું હોય તેવું લાગતા તેમજ અન્ય છેડે રહેતા લોકોને નજીકમાં બસ સ્ટેશનની સુવિધા મળી રહે તે હેતુથી આ નવા બસ સ્ટેશનનું નિર્માણ થયું છે.

Back to top button