ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ કામોનાં ખાતમૂહુર્ત અને લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજેે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે AMC અને ઔડાના કુલ 1651 કરોડના અનેકવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાવ્યું છે. કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, કોમ્યુનિટી હોલ, એમ.એસ.પાઇપલાઇન, ઉદ્યાન, ઓવરહેડ ટાંકી સહિતના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું છે.

 

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જ છેલ્લા બાવન મહિનામાં ૧૭,૫૪૪ કરોડના ખર્ચે ૧૧,૦૦૦ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જેના બદલ ગાંધીનગરના સાંસદ તરીકે તેમણે રાજ્ય સરકારનો આભાર માનીને સ્થાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

મિશન ચંદ્રયાનનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ચંદ્રયાન પર તિરંગો લહેરાતો નિહાળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે. ઈસરોને વિશ્વની શ્રેષ્ઠ અવકાશ સંસ્થા બનાવવાનો લક્ષ્ય નરેન્દ્ર મોદીએ રાખ્યો હોવાનું જણાવી તેમણે ઇસરોના કાયાપલટનો શ્રેય વડાપ્રધાનને આપ્યો હતો.

  • પીએમ વિશ્વકર્મા યોજનાની પ્રશંસા કરી અમિત શાહે કહ્યું કે, ૨૦થી વધુ પ્રકારનું કામ કરતા કારીગરોને એક તાંતણે બાંધવાનું કામ આ યોજનાથી થયું.

આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં AMC ની ટીમને માનનીય રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે એવોર્ડ પ્રાપ્ત થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં નગરો-મહાનગરોમાં નાગરિકોની ‘ક્વોલિટી ઓફ લાઇફ’ અને ‘ઇઝ ઓફ લિવિંગ’ વધે તેવા અનેકવિધ વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

 

  • અમદાવાદ મેટ્રોને યાદ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અમદાવાદમાં મેટ્રો રેલને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. મેટ્રો રેલ આધુનિક નગર વિકાસ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશનનું ઉત્તમ ઉદાહરણ છે.

સ્વચ્છાગ્રહ અને સ્વચ્છતા અભિયાન વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરી વિકાસમાં સ્વચ્છતાનું જનઆંદોલન ભળે ત્યારે ખરું અર્બન ડેવલપમેન્ટ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં જન અભિયાન બનાવ્યું છે. આ વર્ષે ગાંધીજયંતીની ઉજવણી ‘એક તારીખ, એક કલાક, એક સાથે’ના સ્વચ્છતા મંત્ર સાથે દેશભરમાં મહાશ્રમદાન થકી થશે.

આ પ્રસંગે કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, ઓવરહેડ ટાંકી, ત્રાગડ ખાતે લલિતા ગોવિંદ ઉદ્યાન, કોમ્યુનિટી હોલ, એમ.એસ.પાઇપલાઇન સહિતના AMC અને ઔડાના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પણ વાંચો: અંબાજીમાં સેવા સંઘોના પ્રતિનિધિઓ અને સુંદર કામગીરી કરનારનો યોજાયો સન્માન સમારંભ

Back to top button