ગુજરાત

મોંઘવારીનો વધુ એક ઝટકો, અમુલે ફરી એક વાર ઘીના ભાવમાં કર્યો ભારે વધારો

Text To Speech

મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ બોજ પડવા જઈ રહ્યો છે. સાબરડેરી દ્વારા વધુ એક વાર અમૂલ ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં 1 કિલો ઘી પર 28 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. 5 કિલો ઘીના ભાવમાં 420 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ 15 કિલો ઘીના ડબ્બા પાછળ 420 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારો આજથી જ લાગુ પણ કરી દેવામાં આવ્યો છે.

સાબરડેરીએ ફરી ભાવ વધાર્યો

સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. સાબર ડેરી દ્વારા અમૂલ ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા સાબરડેરીએ ફેબ્રુઆરીની શરુઆત ભાવ વઘારો કરવામાં આવ્યો હતો ત્યારે વર્ષ 2023માં બીજી વાર ભાવ વધારો કરતા સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

અમુલ ઘીનો ભાવ-humdekhengenews

જાણો હવે કેટલા ચૂકવવવા પડશે

મહત્વનું છે કે સાબર ડેરી દ્વારા અમુલ ઘીના ભાવમાં 4 ફેબ્રુઆરીએ પણ વધારો કરવામાં આવ્યો હતો. અને માત્ર 25 દિવસના સમયગાળામાં સાબરડેરીએ ફરી એકવાર ભાવ વધારો કર્યો છે. અમુલે ઘીના ભાવમાં કિલોએ 28 રૂપિયા અને 15 કિલો ઘીના ડબ્બા પર 420 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવપ્રમાણે શુદ્ધ ઘીનો 15 કિલોનો ટીન 10035 રુપિયાના ભાવે મળશે. અને ઘીનો પ્રતિ કિલોનો ભાવ 669 રુપિયા રહેશે.

આ પણ વાંચો : ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટ્રેસની તબિયત લથડી, આ વાયરસથી થઈ સંક્રમિત

Back to top button