ટ્રેન્ડિંગધર્મ

બેડ કઇ દિશામાં રાખશો? બેડરૂમને લઇને કામની વાસ્તુ ટિપ્સ જાણો

  • બેડરૂમ વાસ્તુ મુજબ તૈયાર થાય તો પતિ-પત્નીના સંબંધો મજબૂત બને છે
  • લાઇફ પાર્ટનર સાથે સારો સંબંધ વિતાવવા બેડરૂમ બેસ્ટ જગ્યા
  • બેડ હંમેશા બેડરૂમના સાઉથ કે સાઉથ-વેસ્ટ ખુણામાં જ રાખો

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે બેડરૂમમાં એન્ટ્રી કરતા જ તાજગી અનુભવાય, બેડરૂમ એવી જગ્યા છે જ્યાં તમે તમારા લાઇફ પાર્ટનર સાથે સારો સમય વીતાવી શકો. વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણી રહેવાની જગ્યાની ઉર્જા આપણા માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો પર ઉંડી અસર કરે છે. તેથી આપણે બેડરૂમને વાસ્તુ મુજબ તૈયાર કરવો જોઇએ. જાણો કેટલીક ખાસ વાતો

બેડરૂમમાં બેડનું સ્થાન

બેડરૂમમાં બેડ સાઉથ કે સાઉથ-વેસ્ટ ખુણામાં હોવો જોઇએ. તે બેડ માટે એકદમ અનુકુળ દિશા માનવામાં આવે છે. સુનિશ્વિત કરો કે બેડની એક બાજુ ઠોસ દિવાલ સાથે જોડાયેવી હોય. તેને બારીની નીચે રાખવાથી બચો. તેનું મોં દરવાજા તરફ ન હોવુ જોઇએ. બેડ એવા રૂમમાં હોવુ જોઇએ જેનો આકાર નિયમિત હોય અને તેમાં કોઇ અજીબ કોણ ન હોય.

બેડ કઇ દિશામાં રાખશો? બેડરૂમને લઇને કામની વાસ્તુ ટિપ્સ જાણો hum dekhenge news

દિવાલોના રંગ

બેડરૂમ માટે સુખદાયક રંગોની પસંદગી કરો. ચમકીલા રંગોથી બચો કેમકે તે ખૂબ ઉત્તેજક હોઇ શકે છે. આકર્ષક માહોલ બનાવવા માટે દિવાલ પર હળવા અને સુખદાયક રંગોનો ઉપયોગ કરવો બહેતર છે. સાઉથ-વેસ્ટ દિશામાં બેડરૂમ માટે ગુલાબી કે આછા રંગ વિશેષ પસંદ કરવામાં આવે છે. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર બેડરૂમમાં આસમાની કલર સચ્ચાઇ અને સમર્પણનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ આનંદમય માહોલ બનાવે છે.

અરીસો લગાવવામાં રાખો આ ધ્યાન

બેડરૂમમાં અરીસો લગાવવાથી બચો. જો હોય તો ધ્યાન રાખો કે સુતી વખતે તે ઢાંકી દેવામાં આવે. કાચ અશાંતિ પેદા કરી શકે છે. વાસ્તુ દિશા નિર્દેશો અનુસાર બેડની સામે ભુલથી પણ અરીસો ન લગાવો. કાચ જેટલો મોટો વૈવાહિક સંબંધોમાં તણાવની શક્યતાઓ એટલી જ વધુ.

બેડ કઇ દિશામાં રાખશો? બેડરૂમને લઇને કામની વાસ્તુ ટિપ્સ જાણો hum dekhenge news

બેડરૂમની સજાવટ

એવી કળાકૃતિઓ અને સજાવટનો ઉપયોગ કરો જે પ્રેમ, સદ્ભાવના અને એકજુટતાની ભાવનાને પ્રોત્સાહન આપે. બેડરૂમના નોર્થ ખુણામાં ઇનડોર પ્લાન્ટ અને સાઉથ-વેસ્ટ ખુણામાં સફેદ ફુલ લગાવવાથી વૈવાહિક જીવનમાં સૌહાર્દ અને ખુશહાલી વધશે. રૂમમાં હંસ કે બતક જેવી સિંગલ સજાવટની વસ્તુઓ રાખવાથી બચો. આ ઉપરાંત પેરમાં હોય તેવી વસ્તુઓની પસંદગી કરો. તે પ્રેમમાં એકજુટતાનું પ્રતિક છે.

લાઇટની પસંદગી

દિવસના સમયે બેડરૂમમાં પ્રાકૃતિક રોશની આવવા દો. તે સકારાત્મક ઉર્જા લાવે છે. આરામદાયક માહોલ બનાવવા માટે હળવી લાઇટિંગનો ઉપયોગ કરો. તેજ રોશનીથી બચો. બેડરૂમમાં હળવા કલર જેમકે આસમાની કે ગુલાબી રંહની રોશનીથી તમે બેડરૂમનો માહોલ રોમેન્ટિક બનાવી શકો છો.

આ પણ વાંચોઃ 67% ભારતીયો ચીન વિશે નકારાત્મક અભિપ્રાય ધરાવે છે: આંતરરાષ્ટ્રીય સર્વે

Back to top button