ચૈત્ર નવરાત્રીમાં માતાની ચોકી કઈ દિશામાં સ્થાપિત કરશો? જાણો શુભ મુહૂર્ત


- નવરાત્રી દરમિયાન કળશ સ્થાપના કે માતાની ચોકી સ્થાપિત કરવા માટે ઘણા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે, જાણો તેના નિયમો
HD ન્યુઝ ડેસ્કઃ સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના તમામ નવ દિવસ દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025થી 7 એપ્રિલ 2025 સુધી રહેશે. નવરાત્રી દરમિયાન કળશ સ્થાપના કે માતાની ચોકી સ્થાપિત કરવા માટે ઘણા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન માતા દેવીની ચોકી કઈ દિશામાં સ્થાપિત કરવી અને ઘટસ્થાપનના મુહૂર્ત કયા છે?
માતાની ચોકી કઈ દિશામાં સ્થાપિત કરવું જોઈએ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર માતાની મૂર્તિ, ફોટો કે ચોકીને ઘરની ઉત્તર-પૂર્વ દિશા અથવા ઈશાન કોણમાં મૂકવું જોઈએ. ઈશાન કોણ અને ઉત્તર-પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં કોઈપણ પૂજા કે વિધિ કરવાથી શુભ ફળ મળે છે.
ચૈત્ર નવરાત્રી 2025ના શુભ મુહૂર્ત
હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 29 માર્ચે સાંજે 04:27 વાગ્યે શરૂ થશે. તે 30 માર્ચે બપોરે 12:49 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિને ધ્યાનમાં લેતા, ચૈત્ર નવરાત્રી 30 માર્ચ, 2025થી 7 એપ્રિલ, 2025 સુધી રહેશે. પ્રતિપદા તિથિ એટલે કે 30 માર્ચના રોજ સવારે 6.13 થી 10.22 વાગ્યા સુધી શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરી શકાય છે.
આ પણ વાંચોઃ નીમ કરોલી બાબાના કૈંચી ધામ કેવી રીતે પહોંચશો? જાણો જવાનો સમય અને રૂટ