ટ્રેન્ડિંગધર્મ

ઘરનું રસોડું કઈ દિશામાં હોવું જોઈએ, શું કહે છે વાસ્તુના નિયમ

Text To Speech
  • ઘરનું રસોડું કઈ દિશામાં હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ, તે વિશે પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જો વાસ્તુ પ્રમાણે ઘરની ડિઝાઈન હોય તો અચૂક ફાયદો થાય છે. 

HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ ધર્મમાં વાસ્તુનું ખૂબ જ મહત્ત્વ છે. વાસ્તુમાં ઘરમાં રાખેલી દરેક વસ્તુ માટે એક વિશેષ સ્થાન અને દિશા નિર્ધારિત કરવામાં આવી છે. એવી માન્યતા છે કે વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં ખુશહાલી આવે છે અને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. લાઈફમાં પોઝિટીવીટી વધારવા માટે ઘર, કિચન, બેડરૂમ, મેઈન ગેટ સહિત અનેક વસ્તુ સાથે જોડાયેલા વાસ્તુ નિયમો જણાવાયા છે. ઘરમાં બરકત લાવવા માટે કિચન સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ જાણો

ઘરનું રસોડું કઈ દિશામાં હોવું જોઈએ, શું કહે છે વાસ્તુના નિયમ hum dekhenge news

કિચન સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ

  • વાસ્તુ અનુસાર કિચન અગ્નિ ખુણામાં (દક્ષિણ અને પૂર્વ) હોવું જોઈએ. તે શુભ માનવામાં આવે છે.
  • એવી માન્યતા છે કે અગ્નિ કોણનો સ્વામી ગ્રહ શુક્ર છે. આ દિશામાં કિચન હોવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.
  • આ ઉપરાંત પૂર્વ દિશામાં પણ રસોડું બનાવી શકાય છે.
  • વાસ્તુ અનુસાર કિચનની બારીઓ મોટી હોવી જોઈએ. કિચનમાં નેચરલ લાઈટ અને હવાની વ્યવસ્થા હોવી જોઈએ.
  • એવી માન્યતા છે કે અગ્નિ કોણમાં કિચન ન હોય તો આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આરોગ્યને લઈને મન પરેશાન રહે છે.
  • જો ઘરમાં કિચન અગ્નિ ખૂણામાં ન હોય તો કિચનના ઈશાન ખૂણામાં સિંદુરી ગણેશજીની પ્રતિમા લગાવી શકો છો.
  • વાસ્તુમાં ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં કિચન રાખવાનું શુભ માનવામાં આવતું નથી. એવી માન્યતા છે કે તેનાથી ઘરમાં ઘર કંકાસની સ્થિતિ રહે છે.
  • ઉત્તર-પૂર્વ દિશા ( ઈશાન કોણ)માં નિર્મિત કિચન માનસિક તણાવનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે ખર્ચા અનિયંત્રિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ કાર્તિકેયને મનાવવા માટે પ્રગટ્યા હતા મલ્લિકાર્જુન, શું છે જ્યોતિર્લિંગની વિશેષતા

Back to top button