ગુજરાત
રાજકોટના ક્યાં વિસ્તારમાં બોમ્બ મળ્યાની અફવા ઉડી ? અને તપાસ કર્યા પછી શું નીકળ્યું ? જાણો અહીંયા..


રાજકોટમાં આજે એક વિસ્તારમાં બોમ્બ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતા દોડધામ મચી ગઈ હતી અને પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી બોમ્બ ડિફ્યુઝ કરવા તજવીજ હાથ ધરી હતી પણ તપાસ દરમિયાન આ વાત અફવા સાબીત થઈ હતી અને તે ડીવાઈસ બોમ્બ નહિ પરંતુ એક ઇલેક્ટ્રોનિક બોર્ડ હોવાનું ખુલ્યું હતું.
ઇલેક્ટ્રોનિક ડીવાઈસ કોનું હતું ?

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના હાર્દસમા લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં બોમ્બ મળ્યાની માહિતી ભક્તિનગર પોલીસને મળી હતી. જેને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા સામાન્ય ઇલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું હતું. જે ડિવાઈસ ઉપર જિનેટિક બોમ્બ લખ્યું હતું. આ મામલે પોલીસે બોમ્બ સ્કવોડને જાણ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં જ રહેતા વસંતભાઇ નામના વ્યકિતએ આ ઇલેક્ટ્રિક ડિવાઇસ મૂક્યું હોવાનું સામે આવ્યું છે. જ્યાં પોલીસ તપાસમાં CCTV ચેક કરતા વસંતભાઇ ઇલેક્ટ્રિક ડિવાઇસ મુકતા નજરે પડ્યા હતા. હાલ ભક્તિનગર પોલીસ દ્વારા તેમને પોલીસ મથકમાં વધુ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.