ગુજરાતટોપ ન્યૂઝ

પીએમના કાર્યક્રમ અને પૂનમને ધ્યાનમાં રાખી બહુચરાજી જતા વાહનો માટે ડાયવર્ઝન અપાયું, જાણો નવો રૂટ

Text To Speech

આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહેસાણાના બહુચરાજી ખાતે આવી રહ્યા છે. અહીં તેઓ જંગી જાહેરસભાને સંબોધવાના છે ત્યારે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરમ્યાન આવતીકાલે પૂનમનો દિવસ હોય મોટી સંખ્યામાં ભક્તો બહુચરાજી ખાતે પૂનમ ભરવા માટે આવતા હોય છે. એક તરફ વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ અને બીજી બાજુ પૂનમનો દિવસ સાથે રવિવાર એટલે કે રજાનો દિવસ હોય વાહનોનું પ્રમાણ હાઇવે ઉપર વધુ રહેવાની શક્યતાએ ટ્રાફીકને લગતી કોઈ સમસ્યા ન સર્જાય તે માટે ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ક્યાંથી ક્યાં જઈ શકાશે ?

આવતીકાલે પીએમ કાર્યક્રમ અને પૂનમના દિવસને ધ્યાનમાં રાખી બહુચરાજી આવતા વાહનોને આપવામાં આવેલા ડાયવર્ઝન અનુસાર વાહનચાલકોએ મહેસાણાથી વાયા મોઢેરા કે વાયા અસજોલ થઈ બહુચરાજી અને ત્યાંથી વિરમગામ તરફ જવાનું રહેશે અને ત્યાંથી વાહનચાલકો કડી તરફ જઈ શકે છે. આ ઉપરાંત વિરમગામ હાઇવે ઉપરથી આવતા વાહનોને વાયા માંડલ દસાડા શંખેશ્વર તરફ, પાટણ તરફથી આવતા વાહનોને વાયા ચાણસ્મા મહેસાણા કડી તરફ જવાનું રહેશે. એટલે કે, મહેસાણા – બેચરાજી હાઇવે, વિરમગામ – બેચરાજી હાઇવે, પાટણ – બેચરાજી હાઇવે ભારે વાહનો માટે એક દિવસ બંધ કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી છે.

આ પણ વાંચો : મની હેઇસ્ટ વેબ સિરીઝ જોઈને મેનેજરે પોતાની જ બેંકમાંથી કરી રૂ. 34 કરોડની ચોરી, જાણો કેવી રીતે ખુલી પોલ

Back to top button