સુરતમાં વિવિધ વિસ્તારોમાં ચાલો રાજકોટના બેનર્સ લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો
- 50થી 60 જગ્યાએ લાગ્યા ચાલો મતદાન કરવાના બેનર્સ લાગ્યા
- સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવા અપીલ કરવામાં આવી
- સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ બેનરો લાગ્યા
સુરતમાં વિવિધ વિસ્તારોમાં ચાલો રાજકોટના બેનર્સ લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ બેનરો લાગ્યા છે. તેમાં 50થી 60 જગ્યાએ લાગ્યા ચાલો મતદાન કરવાના બેનર્સ લાગતા લોક ચર્ચા શરૂ થઇ છે.
આ પણ વાંચો: અમદાવાદની રેસ્ટોરન્ટમાંથી વેજને બદલે નોનવેજ સેન્ડવિચની ડિલિવરી થઈ
સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવા અપીલ કરવામાં આવી
સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. સુરતના યોગીચોક, વરાછા રોડ, હીરાબાગમાં બેનર લાગ્યા છે. તેમજ મોટા વરાછા, સરદાર ચોક, કતારગામમાં પણ આ પ્રકારના બેનર લાગ્યા છે. સુરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ બેનરો લાગતા લોક ચર્ચા શરૂ થઇ છે. જેમાં 50 થી 60 જગ્યાઓ પર ચાલો રાજકોટ મતદાન કરવાના બેનર્સ લાગ્યા છે. હિન્દુ એકતાની જય સાથે સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવાની અપીલ કરતા બેનર્સ લાગ્યા છે.
સુરત બેઠક બિનહરીફ જાહેર થયા પછી મતદાન કરવું કે નહીં તે અંગે ગેરસમજ
સુરત બેઠક બિનહરીફ જાહેર થયા પછી મતદાન કરવું કે નહીં તે અંગે ગેરસમજ ઉભી થઈ હતી. કારણ એ છે કે સુરતના મજૂરા, ચોર્યાસી, લિંબાયત, ઉધના વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારો નવસારી લોકસભા મત ક્ષેત્રમાં આવે છે. આ ગેરસમજ દૂર કરવા ભાજપે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની પૂર્વ સંધ્યાએ શહેરની એક ફાઇવ સ્ટાર હોટલમાં બે હજારથી વધુ સોસાયટીઓના પ્રમુખ સાથે ડીનર સાથે મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલે કહ્યું કે, તમને બધાને આમંત્રિત કરવાનો આશય એટલો છે કે, નવસારીમાં મતદાન ઓછું ન થાય. સુરત બેઠક બિનહરીફ થઈ છે પણ નવસારીની ચૂંટણી હજુ બાકી છે.
સુરત શહેરની વિકાસ ગાથા પણ વર્ણવી
મતદાન અંગેની ગેરસમજ દૂર કરવા દરેક સોસાયટીઓમાં કોર્પોરેટરો અને કાર્યકરોને ફરી વખત મોકલ્યા છે. તમારે બધાએ તમારી સોસાયટીના તમામ સભ્યો, મિત્રો મતદાન કરે તેની જવાબદારી પણ ભેગા મળીને લેવી જોઈએ. આ મીટિંગમાં તેમણે વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસકાર્યો વિશે પણ જણાવ્યું હતું અને સુરત શહેરની વિકાસ ગાથા પણ વર્ણવી હતી.