ગુજરાતદક્ષિણ ગુજરાત

વલસાડમાં વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અડફેટે આવી જતા ટ્રેનને નુકસાન

Text To Speech

PM મોદીએ લીલીઝંડી આપ્યા બાદ વંદેભારત ટ્રેનના અકસ્માતો સતત ચર્ચામાં રહ્યાં છે. વંદે ભારત ટ્રેન જ્યારથી શરુ ત્યારથી તેને અકસ્માતોનું જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. વંદે ભારત ટ્રેનને અનેક વાક અકસ્માત નડી રહ્યા છે. ત્યારે આજે વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. ગઈ કાલે વલસાડ નજીક ટ્રેન આડે એકાએક ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેનની અડફેટએ ચડેલ ગાયનું મોત નિપજયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વંદેભારત ટ્રેનને વલસાડમાં ફરી નડ્યો અકસ્માત

જાણકારી મુજબ વાપી વલસાડ રેલવે ટ્રેક પર વલસાડ નજીક ટ્રેન આડે એકાએક ગાય આવી ગઈ હતી. જેના કારણે વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રેનની અડફેટ આવેલ ગાયનું મોત નિપજયું હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અકસમાતને પગલે ટ્રેનમા સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

વંદે ભારત ટ્રેન-humdekhengenews

ગાય અડફેટે આવતા ટ્રેનને નુકસાન

વંદે ભારત ટ્રેનના આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન થયું હતુ જેથી ટ્રેનની થોડી સામાન્ય મરામત કરી અને રેલવે ટ્રેક પરથી ગાયના મૃતદેહને ખસેડીને ફરી ટ્રેન મુંબઈ જવા રવાના કરવામાં આવી હતી.

પશુઓ અડફેટે આવતા અકસ્માતો 

ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેનને સતત અકસ્માત નડી રહ્યા છે. વંદે ભારત ટ્રેનનો પ્રથમ અકસ્માત અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશન નજીક થયો હતો. જેમા ભેંસ આડે ઉતરતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જ્યારે બીજી વખત આણંદ નજીક વંદે ભારત ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો. આમ અવારનવાર વંદે ભારત ટ્રેનની અડફેટે પશુઓ આવતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેથી વંદેભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચામાં રહે છે.ત્યારે હવે આ અકસ્માતો રોકવા માટે તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા એક મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.જેમાંઅકસ્માત રોકવા સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે તેમ જણાવવામા આવ્યું હતું.

આ પણ વાંચો : તલાટીની પરીક્ષાની સંભવિત તારીખમાં ફેરફાર, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી

Back to top button