ગુજરાતટોપ ન્યૂઝ

વલસાડ જિલ્લામાં વકીલોએ જજો સામે વિવિધ મુદ્દાઓને લઈને કર્યો ઠરાવ, ગેરવર્તન કરતા હોવાનો લગાવ્યો આરોપ

Text To Speech

વલસાડમાં વકીલો વિવિધ સમસ્યાને લઈને હવે જજો સામે મેદાને ઉતર્યા છે. વકીલોનું કહેવું છે કે તેમની સાથે જજો દ્વારા ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. આ વિવિધ સમસ્યાના પગલે 26 સપ્ટેમ્બરના રોજ વલસાડ ડીસ્ટ્રીક્ટ એડવોકેટ બાર એસોસિએશન તેમજ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકા મથકના વકીલ મંડળોના પ્રતિનિધિ અને એડવોકેટ્સની એક સંયુક્ત મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એડવોકેટ્સ સાથે વિવિધ કોર્ટોમાં કેટલાક જજ સાહેબોના વર્તન અને ગેરવ્યવહાર મામલે ચર્ચા કરવામાં આવી હતી.

Valsad court
Valsad court

એડવોકેટ્સના પ્રશ્નો

  1. એડવોકેટ્સની હાજરીમાં તારીખ નક્કી કરવામાં આવતી નથી. પાછળથી ઓનલાઈન તારીખો નક્કી કરવામાં આવે છે જેના પગલે એડવોકેટ્સ પોતાના કામનું પ્લાનિંગ કરી શકતા નથી.
  2. એડવોકેટ્સને અનુકુળ તારીખો આપવામાં આવતી નથી.
  3. બિનજરૂરી રીતે ભારરૂપ ખર્ચનો આદેશ કરવામાં આવે છે.આ આદિવાસી જિલ્લો છે અને આવકના સ્ત્રોત છેલ્લી 3 વર્ષની વૈશ્વિક મહામારી અને હાલની મંદી અને મોંઘવારીની સ્થિતિમાં ભરવી મુશ્કેલ હોય છે.
  4. સમાધાન માટે યોગ્ય સમય આપવામાં આવતો નથી.
  5. એડવોકેટ્સ દ્વારા સમાધાન રજૂ કરવામાં આવે તો સ્વીકારવાની તૈયારી રાખવામાં આવતી નથી.
  6. કેસની સુનાવણી દરમિયાન હું તો સજા કરીશ એવી માનસિક વ્યથા આપવાનો પ્રયત્ન થાય છે.
  7. જિલ્લાના કેટલાક જજ સાહેબો થોડું ઘણું મોડું થાય તો વોરંટ કાઢી દે છે.
  8. કેટલાક જજ કેસોની ફાઈલ જોવા માટે આપતા નથી અને ગેરવર્તન કરે છે.
  9. કેટલાક જજ હું પૈસા લેતો નથી. મારા નામે જો કોઈ વકીલ પૈસા માંગતા હોય તો આપવા નહીં અને આપ્યા હોય તો પરત લઈ લેજો એવું ઓપન કોર્ટમાં તમામ અસિલો અને વકીલોની હાજરીમાં જણાવે છે. જે યોગ્ય નથી.
  10. વોરંટ રદ્દ કરવાની અરજીમાં અમલ ન કરી શકાય તેવી ભારે શરતો રાખવામાં આવે છે. જેથી વ્યક્તિને તેની સ્વતંત્રતા પર તપાર પડે છે અને વ્યાજબી રીતે વોરંટ સાંભળીને રદ્દ કરવું જોઈએ એવી માગ કરવામાં આવી છે.
  11. કેટલાક જજ સાહેબો દ્વારા દરેક કામમાં ખુબ જ ઉતાવળ કરવામાં આવે છે અને તેઓના સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા પ્રમાણેના ઓર્ડરો કરવામાં આવે છે.
lawyer
lawyer

આમ વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓને લઈને એડવોકેટ્સ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. આ સિવાય અને પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જેના પગલે ઠરાવ કરતા જણાવ્યું હતું કે, વડસાડ જિલ્લામાં કાર્યરત અદાલતોના અવ્યવહારુ અને અયોગ્યતથા એડવોકેટ્સ કે જેઓ પણ કોર્ટ ઓફિસર છે તેમની આમન્યા ન જળવાઈ તે પ્રકારે વ્યવહાર કરવામાં આવે છે તે યોગ્ય નથી. તેવી સદહરૂ માનવંતા જજ સાહેબને જાણ થાય અને તેઓ દ્વારા તેઓના વાણી, વર્તન અને વ્યવહારમાં ફેરફાર થયા તેમજ કોર્ટમાં કેટલાક માનવંતા સાહેબો બોર્ડ સેટ કર્યા વગર કામગીરી હાથ ધરતા હોય છે તે રીતે ઘણો સમય બિનજરૂરી રીતે બેસી રહેવું પડે છે તે કારણે અન્ય અદાલતમાં જવામાં વકીલને વિલંબ થાય છે અને અન્ય અદાલતમાં કામગીરીમાં ગેરહાજરીના પગલે વોરંટ કાઢવામાં આવે છે, હડક બંધ જેવા નિર્ણયો રાહ જોયા વગર લેવામાં આવે છે. આ તમામ કારણોના પગલે બિનજરૂરી કામગીરી વધી જાય છે. આ પહેલા જિલ્લા ન્યાયાધીશને એક પત્ર લખવામાં આવ્યો હતો અને તેમના દ્વારા તેમના સાથી જજોને સુચના આપે તેવું પણ જણાવામાં આવ્યું હતું. તેમ છતા કોઈ જ ફેરફાર થયો નથી અને મુશ્કેલીઓ વધી રહી છે. જેના પગલે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે તારીખ 28/09/2022 અને 29/09/2022 ના રોજ જિલ્લાની તમામ અદાલતના તમામ એકવોકેટ્સ દ્વારા જિલ્લાની તમામ કોર્ટની કાર્યવાહીનો સામુહિત રીતે બહિષ્કાર કરી પ્રતિક વિરોધ દર્શાવવામાં આવશે.

આ પણ વાંચો : દિવાળીમાં 21 દિવસના વેકેશનની જાહેરાત કરતું રાજ્ય શિક્ષણ વિભાગ

Back to top button