વડોદરામાં લોનના હપ્તા ભરવાની ચિંતામાં યુવકે દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
વડોદરામાં લોનના હપ્તા ભરવાની ચિંતામાં રહેતા યુવાને દવા ગડગડાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જાણકારી મુજબ હપ્તા ભરવાની ચિંતામાં 48 વર્ષિય યુવાને આજે ઝેરી દવા ગડગટાવી લેતા તેને સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં યુવકે કર્યો આપઘાત
વડોદરામાં લોનના હપ્તા કેવી રીતે ભરીશ ના સતત વિચારોમાં રહેતા યુવાને દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ નિધન થયું છે.લોનના હપ્તા ભરવાના ભારણના સતત વિચારોમાં રહેતા યુવકે દવા ગટગટાવી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
ટૂંકી સારવાર બાદ યુવકનું મોત થતા અરેરાટી
પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાના વડસર બ્રિજ શાકમાર્કેટ પાસે આવેલી વલ્લભવાટીકા સોસાયટીમાં 48 વર્ષિય હિતેષભાઇ દિનેશભાઇ પંચાલે તાજેતરમાં જ પોતાના ધંધાર્થે લોન લીધી હતી પરંતુ ધંધો ઠીક ન ચાલતો હોવાથી તેઓ સતત ચિંતામાં રહેતા હતા. તેઓ લોનના હપ્તા કેવી રીતે ભરાશે આ વિચારોના આવેશમાં આવીને દવા ગટગટાવી લીધી હતી. આ વાતની જાણ થતા જ પરિજનોએ યુવાનને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જ્યાં તેમને સારવાર કરવામા આવી હતી. પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યું થયું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
આ સમગ્ર ઘટના અંગે માંજલપૂર પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અને આ મામવે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ધંધામાં મંદી અને લોનના હપ્તા ભરવાના ટેન્શનને કારણે આ વ્યક્તિએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : PAN-Aadhaar લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો ઓનલાઈન PAN ને Aadhaar સાથે કેવી રીતે લિંક કરવું?