વડોદરામાં પરિણીતાને વિધર્મીથી પ્રેમ કરવો ભારે પડ્યો, અંજામ જાણી રૂવાટા ઉભા થશે
વડોદરા માં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિણીતાએ વિધર્મીને જાહેરમાં પોતાનો ભાઈ બતાવી ખાનગીમાં પ્રેમ સંબંધ બાંધ્યા હતા. આખરે પરિણીતાનો મૃતદેહ જમીનમાં દાટી દેવાયેલી હાલતમાં મળ્યો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ સતત સામે આવતી જોવા મળી રહી છે. જેમાં કેટલીક ઘટનાઓ વિશે જાણી રૂંવાટા ઉભા થઈ જતા હોય છે. જ્યારે કેટલીક ઘટનાઓને જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. ત્યારે આવી જ એક વધુ હત્યાની ઘટના વડોદરાના પોર વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં 10 દિવસ પહેલા ગુમ થયેલી પોર જીઆઈડીસીમાં રહેતી પરણિતાની તેના વિધર્મી પ્રેમી યુવાને કરપીણ હત્યા કરીને લાશ દાટી દીધી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં જમીનોના ભાવ રોકેટ ગતિએ વધશે, જાણો ઔડાનો નવો ડેવલોપમેન્ટ પ્લાન
રોષે ભરાઈ તેની હત્યા કરી હોવાનું કબૂલ્યુ
પોર જીઆઈડીસીમાં રહેતી અને ભાવનગરની વતની 35 વર્ષની મિત્તલ રાજુભાઈ બાવળિયા તા.22 જાન્યુઆરી 2023ના રોજ સાંજના સુમારે ગુમ થઈ હતી. જેથી મિત્તલના પતિએ શોધખોળ બાદ આખરે વરણામાં પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોર જીઆઈડીસીમાં કંપનીમાં કામ કરતા પતિ સાથે કંપનીના ક્વાર્ટરમાં જ રહેતી મિત્તલને નજીકની કંપનીમાં નોકરી પર આવતા ઈસ્માઈલ ઇબ્રાહિમ પરમાર નામના યુવક સાથે 10 વર્ષ પહેલા પ્રેમ સંબંધ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ દ્વારા આ અંગે ઈસ્માઈલની પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરત: ચિલ્ડ્રન બેન્કની ચાર કરોડની નોટ ઝડપાઈ, છ લોકોની ધરપકડ કરાઇ
મિત્તલને છેલ્લી વાર મળવા અને પૈસા પરત આપવા પોર બોલાવી
પૂછપરછ દરમિયાન પોલીસને ઈસ્માઈલ પર શંકા જતા કડક પૂછપરછ કરતા તેણે મિત્તલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ઈસ્માઈલે પોલીસને જણાવ્યું હતું કે, તા.22 જાન્યુઆરીના રોજ સાંજે મિત્તલને છેલ્લી વાર મળવા અને પૈસા પરત આપવા પોર બોલાવી હતી. અને ત્યાંથી બાઈક પર બેસાડીને જીઆઈડીસી પાસેના એક ખુલ્લા ખેતર પાસે લઈ જઈ તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને જમીનમાં દાટી દીધી હતી. વધુમાં તેણે જણાવ્યું કે મિત્તલ પાસેથી ઇસ્માઇલે અઢી લાખ રૂપિયા ઉધાર લીધા હતા અને હવે મિત્તલ સબંધ પર પૂર્ણ વિરામ લગાવવા અને પૈસા પરત માંગવા ઉઘરાણી કરતી હતી અને મિત્તલે તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હોવાથી તેણે રોષે ભરાઈ તેની હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું.
હવે સમગ્ર મામલે હિન્દૂ સંગઠનોમાં રોષ ફેલાયો
પોલીસે ઈસ્માઈલને સાથે રાખી જે જગ્યાએ મિત્તલના મૃતદેહને દાટ્યો હતો. તે સ્થળે જેસીબી મશીનથી ખોદકામ કરાવવમાં આવ્યું હતું, જ્યાં ખૂબ ઉંડે સુધી ખોદકામ કર્યા બાદ મિત્તલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે ઈસ્માઈલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મિત્તલને 13 વર્ષનો અને 10 વર્ષના બે પુત્ર છે. જ્યારે ઈસ્માઈલ પણ પરણિત હોવાથી તેને 16 વર્ષની પુત્રી અને 12 વર્ષનો પુત્ર છે. પોરની કંપનીમાંથી નોકરી છોડી દીધા બાદ ઈસ્માઈલ કરજણ તાલુકામાં આવેલા ફાર્મા કંપનીમાં કામ કરતો હતો. ઈસ્માઈલ અને મિત્તલના જાહેરમાં એકબીજાને મો બોલ્યા ભાઈ બહેનના સંબંધ હોવાનું કહેતા હતા. જેને લઈને મિત્તલ ઇસ્માઇલને ઘરે બોલાવતી હતી અને ઇસ્માઇલ મિત્તલના ઘરે બેરોકટોક અને અવાર નવાર આવતો હતો. હવે સમગ્ર મામલે હિન્દૂ સંગઠનોમાં રોષ ફેલાયો છે અને તેઓ આરોપીને ફાંસીની માંગ કરી રહ્યા છે.