ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

વડોદરામાં ઈન્સ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતાં 6 લોકોને ઇજા, બેની હાલત ગંભીર

Text To Speech

વડોદરા, 29 જુલાઈ 2024, શહેર માં ઈન્સ્યોરન્સની ઓફિસમાં ACમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. બ્લાસ્ટ થતાંની સાથે જ અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. તેમજ બે લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.

સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એર કંડિશનમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટને કારણે 6 લોકોને ઈજા પહોંચી હતી. આ ત્યાર બાદ તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.

બન્ને ઇજાગ્રસ્ત આઇસીયુમાં સારવાર હેઠળ
પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ આ 6 લોકોમાંથી બેની હાલત ગંભીર છે. હાલ બન્ને ઇજાગ્રસ્ત આઇસીયુમાં સારવાર હેઠળ છે.બ્લાસ્ટ અંગે માહિતી મળતા જ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એસીમાં બ્લાસ્ટ થવાને કારણે ઓફિસમાં રહેલા કાચના ફૂરચા ઉડી ગયા હતા. આ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ વેર વિખેર થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃગુજરાત સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓના એસેન્સીયલ ડ્રગ લીસ્ટમાં વધારો કર્યો

Back to top button